અમેરિકામાં મૂળ ભારતીય નિક્કી હેલીનું વિવાદિત નિવેદન : કહ્યું ભારત સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે

June 06, 2023

ભારતીય મૂળના અમેરિકી રાષ્ટ્રપતિના ઉમેદવાર નિક્કી હેલીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર ભારત વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેણે ચર્ચા જગાવી છે. હકીકતમાં નિક્કી હેલીએ ભારતને સૌથી મોટા પ્રદૂષકોમાંથી એક ગણાવ્યું છે. ભારતની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે ચીનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ટ્વિટર પર હેલીએ કહ્યું હતું કે જો આપણે પર્યાવરણને બચાવવા માટે ગંભીર બનવું હોય તો ભારત અને ચીનનો મુકાબલો કરવાની જરૂર છે. તેઓ સૌથી મોટા પ્રદૂષકો છે. ભારતીય ટ્વિટર યુઝર્સે હેલીના આ નિવેદનની ટીકા કરી હતી. 'AI બુક'ના યોગદાનકર્તા શૈલેન્દ્ર મલિકે હેલીની ટીકા કરતા કહ્યું હતું કે હું માનવા લાગ્યો છું કે તમે વિવિધ અમેરિકન કંપનીઓના CEO તરીકે સારા છો પરંતુ રાજકારણી તરીકે સૌથી નકામું વ્યક્તિત્વ છો.