'સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી...'• જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ
May 01, 2026
ઋષિભારતીના જગદીશ વિશ્વકર્મા પર નામ લીધા વગર પ્રહાર
પાલનપુર- પાલનપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સાંસદ ગેનીબેન ઠાકોરને લઈને આપેલા નિવેદનથી રાજકારણમાં એક મોટો વિવાદ વકર્યો છે. આ નિવેદન અંગે ઋષિભારતીએ મહિલાઓના અપમાનનો મુદ્દો ઉઠાવીને આકરા પ્રહારો કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખના વિવાદિત નિવેદન મુદ્દે બળદેવજી ઠાકોર સહિત વિરોધ પક્ષ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા ગેનીબેન ઠાકોર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, 'નારી વંદના અધિનિયમ અંતર્ગત તમે દેશની 70 કરોડ મહિલાઓનું જે અપમાન કર્યું છે એ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે. આગામી દિવસોમાં એનો કરારો જવાબ આપતા અમારી માતા-બહેનોએ તમારા ગઢમાંથી તમારી સીટો તમારી સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે.'
આ વિવાદ અંગે ઋષિભારતીએ જગદીશ વિશ્વકર્માનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, 'અમુક પાર્ટીના પ્રમુખોને શું બોલવું તેનું ભાન જ નથી હોતું અને તેઓ હાથમાં સ્ક્રિપ્ટ લઈને ઇલેક્ટ્રોનિક મશીનની જેમ બડબડાટ કરતા હોય છે. કોઈ પાર્ટીનો પ્રમુખ એવું કહે કે અમે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમુક સીટો ખેંચી લાવ્યા, તો આ એક નારી શક્તિના પાલવ સુધી હાથ નાખવા જેવી વાત છે. આ અત્યંત અભદ્ર વર્તણૂક છે અને તે તેમની અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતા દર્શાવે છે.'
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માએ કરેલી વિવાદિત ટિપ્પણીથી રાજકીય માહોલ ગરમાયો છે. વિરોધ પક્ષ દ્વારા પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખના વિવાદિત નિવેદન મુદ્દે બળદેવજી ઠાકોરે કહ્યું કે, 'મહિલાઓના પાલવ સુધી વાત પહોંચાડવી એ ભાજપ નેતાનો અતિ અભદ્ર વ્યવહાર.' તેમણે ઠાકોર સમાજની દીકરી અને દલિત સમાજના નેતાનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. વિવાદ વકર્યો છે કે, ત્યારે જગદીશ વિશ્વકર્મા તાત્કાલિક જાહેરમાં માફી માંગે તેવી માગ ઉઠી છે.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026