Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

AAPમાં ભંગાણ - કડીમાં શહેર પ્રમુખ શંકરસિંહ વાઘેલાની પાર્ટીમાં જોડાઈ ગયા

June 15, 2025

કડી- ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી પહેલા કડીમાં આમ આદમી પાર્ટીના જ કડીના શહેર પ્રમુખ રાજીનામું આપી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા છે, ત્યારે હવે ચૂંટણીના 4 દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. 
આમ આદમી પાર્ટીના કડી શહેર પ્રમુખ મુનિર ખાન પઠાણે આજે રવિવારે (15 જૂન) સત્તાવાર રીતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાઈ ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તથા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રિદ્ધિરાજસિંહ પરમારની ઉપસ્થિતિમાં જ અગાઉ ચર્ચા કરીને પાર્ટીમાં જોડાઈ ગયા છે.     
મુનિર ખાન પઠાણે જણાવ્યું કે, તેઓ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની લોકહિતની નીતિઓથી પ્રભાવિત થઈને આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ડૉ. ગિરીશ કાપડિયાને સમર્થન આપવાની સાથે આમ આદમી પાર્ટીના ભાજપ તરફી વલણથી બહાર નીકળી કડીની જનતાની સેવા કરવા માટે તેઓએ તેમના સમર્થકો સાથે પ્રજા શક્તિ ડેમોક્રેટીક પાર્ટી સાથે જોડાયા છે. 
આ રાજકીય જોડાણ એવા સમયે થયું છે, જ્યારે કડી વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થઈ છે. આ બેઠક પૂર્વ ભાજપ ધારાસભ્ય સ્વ.કરશનભાઈ સોલંકીના અવસાનને પગલે ખાલી પડી હતી. પેટા ચૂંટણી માટે મતદાન 19 જૂન, 2025ના રોજ યોજાવાનું છે અને પરિણામો 23 જૂન, 2025ના રોજ જાહેર થશે. ગુજરાતમાં યોજાઇ રહેલી વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે, જ્યાં કડીમાં ડૉક્ટરને અને વિસાવદરમાં સરપંચને ટિકિટ આપી છે.