ક્રિકેટર ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડેની રાજકારણમાં એન્ટ્રી, જનતા દળ યુનાઇટેડમાં સામેલ
October 27, 2024
પટના : દેશના ફેમસ ક્રિકેટર ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડે ઉર્ફે ચુન્નુ રવિવારે (27 ઓક્ટોબર) જનતા દળ યુનાઇટેડમાં સામેલ થઈ ગયાં છે. તેઓએ પટના સ્થિત પ્રદેશ જેડીયુ કાર્યાલયમાં પોતાના હજારો સમર્થકો સાથે પાર્ટીનું સભ્ય પદ મેળવ્યું છે. પટના સ્થિત પ્રદેશ કાર્યાલયમાં જેડીયુના પુનર્મિલન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં તેઓએ જેડીયુનું સભ્ય પદ લીધું.
ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડે વ્યવસાયે બિલ્ડર છે. તે પોતાના પરિવાર સાથે પટનામાં રહે છે. પટનામાં તેમની મેડિકલ સ્ટોર પણ છે. પ્રણવ કુમાર પાંડેનું નાનપણ નવાદામાં વીત્યું છે, જ્યાં જિલ્લાના પ્રસિદ્ધ રાજનેતા અને ચિકિત્સક ડૉ. શત્રુઘ્ન પ્રસાદ સિંહે તેમનું માર્ગદર્શન કર્યું, જે નીતિશ કુમારની સમતા પાર્ટીના સંસ્થાપક સભ્ય પણ રહ્યાં છે. પ્રણવ કુમાર પાંડે સમાજ સેવામાં પણ રસ દાખવે છે. તેમના દીકરા ઈશાન કિશને 2 ટેસ્ટ મેચ સિવાય 27 વનડે અને 32 ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય તે આઈપીએલની 105 મેચ રમી ચુક્યો છે.
હકીકતમાં આવતા વર્ષે 2025માં બિહાર વિધાનસભા ચૂંટણી છે. તેને ધ્યાને લઈ વિભિન્ન પાર્ટીઓમાં પ્રદેશના જાણીતા અને રાજકીય પરિવારથી સંબંધ ધરાવનાર લોકો અત્યારથી મનપસંદ પાર્ટીમાં જોડાવા લાગ્યા છે. જેથી, આવતા વર્ષે ચૂંટણીની તૈયારી શરૂ કરી શકાય. જણાવી દઈએ કે, આજે જ પટનામાં 10 સર્ક્યુલર રોડ સ્થિત રાબડી આવાસમાં પૂર્વ સાંસદ શહાબુદ્દીનના નાના દીકરા ઓસામા શહાબ આરજેડીમાં સામેલ થશે. હવે જોવાનું રહેશે કે, જેડીયુ ઈશાન કિશનના પિતા અને આરજેડી ઓસામા શહાબને ક્યાંથી ટિકિટ આપે છે.
Related Articles
T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેકની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, 3 બેટરોના રેકોર્ડ બરાબરી કરી
T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેકન...
Mar 09, 2026
સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી
સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફ...
Mar 09, 2026
વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ થયો ભાવુક, માટીને માથે લગાવી
વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર ય...
Mar 09, 2026
સંજૂ-અભિષેકની દમદાર બેટિંગના કારણે ભારતે રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડકપની ફાઈનલમાં પાંચ મોટા રેકોર્ડ
સંજૂ-અભિષેકની દમદાર બેટિંગના કારણે ભારતે...
Mar 09, 2026
T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ પાઠવ્યા અભિનંદન
T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, ર...
Mar 09, 2026
ટી20 વર્લ્ડ કપમાં ભારતનો ઐતિહાસિક વિજય: રચાયા 3 નવા મોટા રેકોર્ડ્સ
ટી20 વર્લ્ડ કપમાં ભારતનો ઐતિહાસિક વિજય:...
Mar 08, 2026
Trending NEWS
13 March, 2026
13 March, 2026
12 March, 2026
12 March, 2026
12 March, 2026
12 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026