મણિપુરમાં CRPFની કાર્યવાહી, પોલીસ સ્ટેશન સળગાવવા આવેલા 10 કુકી ઉગ્રવાદીઓ ઠાર
November 11, 2024
મણિપુર : મણિપુરમાં સુરક્ષાદળોએ સોમવારે એક મોટુ ઓપરેશન હાથ ધરી ઓછામાં ઓછા 10 હથિયારધારી કુકી ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે. આ ઉગ્રવાદીઓ જીરીબામ જિલ્લાના બોરો બેકરામાં આવેલા પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે લગભગ 3.30 વાગ્યે, કુકી ઉગ્રવાદીઓએ જીરીબામના બોરોબેકરામાં CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો.
કુકી ઉગ્રવાદીઓના હુમલાનો જવાબ આપતાં સીઆરપીએફએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 10 કુકી ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતાં. આ ઓપરેશનમાં સીઆરપીએફનો એક જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા કુકી ઉગ્રવાદીઓ પાસેથી 4 SLR (સેલ્ફ લોડેડ રાઈફલ), 3 AK-47, એક RPG (રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ) અને અન્ય હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
કુકી-હમર સમુદાયના સશસ્ત્ર ઉગ્રવાદીઓએ કેટલાક ઘરોને આગ લગાડી અને જિરીબામ જિલ્લાના બોરોબેકરા પોલીસ સ્ટેશન પર બપોરે 2:30 વાગ્યે હુમલો કર્યો અને અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સંબંધિત ઘટનામાં, બોરોબેકરા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના જકુરાધોર ખાતે મૈતેઈ સમુદાયના ત્રણથી ચાર ખાલી મકાનોને અજાણ્યા તત્વોએ આગ ચાંપી દીધી હતી. તેઓ પણ કુકી-હમર સમુદાયના હોવાની શંકા છે. જકુરાધોર કરોંગ બોરોબેકરા પોલીસ સ્ટેશનથી લગભગ 100 મીટરના અંતરે આવેલું છે.
સીઆરપીએફ, અસમ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનો બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતાં. જેમની સામે જ પોલીસ સ્ટેશનની નજીક આવેલા ઘરોને આ કુકી ઉગ્રવાદીઓએ આગ ચાંપી દીધી હતી. સુરક્ષા દળ નિઃસહાયની જેમ મૂક દર્શક તરીકે જોતુ રહ્યું. જો કે, જ્યારે તેઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો ત્યારે તેઓએ જવાબી કાર્યવાહી કરી અને જેમાં 10 ઉગ્રવાદીઓને ઠાર માર્યા.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026