કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનાર બે શખસોની ધરપકડ
May 02, 2026
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે એક માસ પૂર્વે થયેલી વૃદ્ધાની હત્યા અને લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. લોનના હપ્તા ભરવા માટે વૃદ્ધાના પગ કાપીને ચાંદીના કડા લૂંટનારા બે શખસોને એલસીબી અને નસવાડી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા ચાંદીના કડા પણ કબજે કર્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઢબોરિયાદ ગામે રહેતા 65 વર્ષીય દશરીબહેન ભીલ પોતાના કાચા ઝૂપડામાં એકલા હતા, ત્યારે રાત્રિના સમયે લૂંટના ઈરાદે બે શખસો ત્રાટક્યા હતા. નસવાડી તાલુકાના ધોળી કોતરડીનો 27 વર્ષીય રણજીત ઉર્ફે રંગો ભીલ અને ખડકિયાનો 56 વર્ષીય વિપીન ભીલ આ બંનેએ વૃદ્ધાના ઘરમાં ઘૂસી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. વૃદ્ધાએ પગમાં આશરે એક કિલો વજનના ચાંદીના કડા પહેર્યા હતા, જે સહેલાઈથી ન નીકળતા નરાધમોએ વૃદ્ધાના પગ કાપી નાખી કડાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
Related Articles
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાંચ બાળકના મોત
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાં...
Jul 10, 2026
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્રાઉન્ડ ઝીરો પર ગયા વગર મુખ્યમંત્રીએ ₹500 કરોડના પેકેજની કરી જાહેરાત
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્ર...
Jul 10, 2026
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ...
Jul 08, 2026
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે, 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી...
Jul 08, 2026
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સ્તરે, મુંબઈમાં વરસાદ વચ્ચે અનેક ટ્રેનો રદ
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મે...
Jul 08, 2026
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હા...
Jul 07, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026