બનાસકાંઠા-આણંદમાં કરંટથી 5 મોત, વાવમાં એક જ પરિવારના ત્રણ લોકો ભોગ બન્યા
July 06, 2025

બનાસકાંઠા : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે,ત્યારે કોઈપણ ઈલેક્ટ્રિક ઉપકરણોને હાથ અડાડતા પહેલા થોડું સાવધ રહેવાની પડે છે. આ દરમિયાન બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. માતા-પિતા અને પુત્ર ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતા, જ્યાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. હાલ મૃતક પરિવારના મૃતદેહને વાવ ખાતેની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ આણંદના ઉમરેઠમાં વીજ કંરટ લાગતા બે યુવકના મોત નિપજ્યાં છે.
મળતી માહિતી અનુસાર, વાવ તાલુકાના ધરાધરા ગામે વહેલી સવારે જેઠા મકવાણા, રખુંબેન મકવાણા અને પુત્ર પથુ મકવાણા ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતા. આ દરમિયાન તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવાર ઘટનાસ્થળો દોડી આવ્યો હતો. હાલ મૃતદેહને પીએમ અર્થ ખસેડાયા હતાં.ત્યારબાદ આ સમગ્ર ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે.
બીજી તરફ આણંદના ઉમરેઠ પાસેના બેચરી ગામે વીજ કંરટ લાગતા બે યુવકના મોત થયા છે. મહોરમ નિમિત્તે કતલની રાત્રીએ તાજીયા રમતા વીજ્ કરંટ લાગ્યો હતો. જેમાં મોહસીનખાન અને હુસેનખાનના મોત નિપજ્યા. નોંધનીય છે કે, તાજીયા રમતા તાજીયા વીજ વાયરને અડી જતાં બન્ને યુવક મોતને ભેટયા હતા. બેચરી ગામમાં મહોરમ પર્વ માતમમાં છવાયો હતો.
Related Articles
અરવલ્લીમાં બાળક સાથે દંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસઃ પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળ
અરવલ્લીમાં બાળક સાથે દંપતીનો સામૂહિક આપઘ...
Aug 27, 2025
સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો
સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ,...
Aug 27, 2025
વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાતા ભારે રોષ, શંકાસ્પદોની અટકાયત
વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ: ગણેશજીની...
Aug 26, 2025
નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, બેના મોત
નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈન...
Aug 26, 2025
ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં પૂરથી તારાજી, ગામમાં જવાના પુલનો રસ્તો ધોવાયો
ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં પૂરથી તારાજી,...
Aug 26, 2025
નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ
નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં...
Aug 25, 2025
Trending NEWS

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025