મંત્રણા પહેલા ખેડૂતોનું શક્તિ પ્રદર્શન, શંભુ બોર્ડર પર મહાપંચાયતમાં જમાવડો
February 14, 2025
દિલ્હી : ખનૌરી અને શંભુ બોર્ડર પર ખેડૂત ગત એક વર્ષથી આંદોલન કરી રહ્યાં છે. આ ખેડૂત સંગઠનોની સાથે આજે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓની મીટિંગ થવાની છે. આ મીટિંગમાં એમએસપી પર ગેરંટી કાયદા સહિત ઘણા મુદ્દા પર વાત થવાની શક્યતા છે. આ પહેલા ખેડૂતોએ સતત ત્રણ દિવસ સુધી શક્તિ પ્રદર્શન કર્યું છે. શંભુ બોર્ડર પર ગુરુવારે ખેડૂતોએ એક મોટી મહાપંચાયતનું આયોજન કર્યું. આ મીટિંગ ખેડૂત આંદોલન 2.0 ના એક વર્ષ પૂરા થવા પર આયોજિત કરવામાં આવી હતી. આ સિવાય શુક્રવારે કેન્દ્ર સરકારથી ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની મીટિંગ થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર પર મીટિંગથી પહેલા દબાણ બનાવવા માટે હજારો ખેડૂતોનો જમાવડો થયો હતો. આ મહાપંચાયતમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હજારો ખેડૂતોએ ભાગ લીધો.
આ મહાપંચાયત પહેલા 11 તારીખે રાજસ્થાનના રતનપુરા અને પછી 12 તારીખે ખનૌરી બોર્ડર પર આયોજન થયું હતું. ગુરુવારે થયેલી મહાપંચાયતમાં ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે અત્યાર સુધી આંદોલમાં ગત એક વર્ષમાં 43 લોકોના મોત નીપજ્યા છે. આ સિવાય 450 ખેડૂત ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. તેમાંથી 35 ખેડૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ગયા વર્ષે ખેડૂત આંદોલન દરમિયાન શુભકરણ સિંહનું મોત નીપજ્યું હતું. તેની પુણ્યતિથિ પર ખેડૂત સંગઠનોએ બઠિંડાના બલ્લો ગામમાં 21 ફેબ્રુઆરીએ કાર્યક્રમની જાહેરાત કરી છે. આ દરમિયાન ખેડૂત નેતા જગજીત સિંગ ડલ્લેવાલે પોતાના અનશનના 80માં દિવસના અવસર પર કહ્યું કે હું પોતાના સંકલ્પ પર અડગ છું.
અભિમન્યુ કોહરનું કહેવું છે કે શુક્રવારે થનારી મીટિંગમાં જગજીત સિંહ ડલ્લેવાલ પણ સામેલ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે સંયુક્ત કિસાન મોર્ચાના કુલ 14 પ્રતિનિધિ કેન્દ્ર સરકારની સાથે મીટિંગમાં ભાગ લેશે. આ મીટિંગમાં એમએસપીની લીગલ ગેરંટી સહિત ઘણા મુદ્દા ઉઠાવવામાં આવી શકે છે. ખેડૂત સંગઠનોએ તો લાંબી લિસ્ટ તૈયાર કરી છે. હવે જોવાનું એ રહેશે કે કયા મુદ્દા પર સહમતિ બની શકે છે. ખેડૂત સંગઠનોનું મુખ્ય જોર એમએસપી અને સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરવા પર છે. એક મહત્ત્વની ડિમાન્ડ છે કે ખેડૂતોનું તમામ દેવું માફ કરી દેવામાં આવે. આ માગને લઈને કેન્દ્ર સરકાર કંઈક આંશિક જાહેરાત કરી શકે છે. જેમ કે નાના ખેડૂતોને દેવામાંથી રાહત આપી દેવામાં આવે. જોકે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીતથી કેન્દ્ર સરકારને ખેડૂતોની સાથે ચર્ચા પહેલા થોડી શક્તિ મળી છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026