મંત્રી થઈને આવી ભાષા તમને શોભે છે? કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી કરનારા નેતાને SCની ફટકાર
May 15, 2025

મધ્યપ્રદેશના વન મંત્રી વિજય શાહને ઓપરેશન સિંદૂર વિશે બ્રીફ આપનારા કર્નલ સોફિયા કુરૈશી પર આપત્તિજનક ટીપ્પણી કરવી ભારે પડી છે. વિજય શાહ મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા એફઆઈઆર નોંધવાના આદેશને પડકારવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં. જ્યાં સુપ્રીમ કોર્ટે પણ ઝાટકણી કાઢી છે.
ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. CJIએ વિજય શાહના નિવેદન પર નારાજગી વ્યક્ત હાઈકોર્ટના આદેશ પર રોક મૂકવાનો ઈનકાર કરતાં કહ્યું કે, આ મામલે આવતીકાલે સુનાવણી કરીશું. પણ આવા સમયે આ પ્રકારની ટીપ્પણી કરવાની શું જરૂર હતી. મંત્રી પદ પર બેઠેલા વ્યક્તિ પાસેથી આ પ્રકારના નિવેદનની અપેક્ષા કરી શકાય નહીં. થોડું તો જવાબદારી સાથે બોલો.
ઓપરેશન સિંદૂર પર નિવેદન આપતી વખતે વિજય શાહની જીભ લપસી હતી અને તેમણે નિવેદન આપ્યું હતું કે, ‘જે લોકોએ અમારી દિકરીઓને વિધવા બનાવી છે, તેમને પાઠ ભણાવવા માટે અમે તેમની બહેન મોકલી છે.’ આ નિવેદનથી ભારે હોબાળો મચ્યો હતો. તેમજ તુરંત માફીની સાથે શાહ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવાની માગ ઉભી થઈ હતી.
કર્નલ સોફિયા કુરૈશી પર કથિત આપત્તિજનક ટીપ્પણી કરવા બદલ મંત્રી વિજય શાહ વિરૂદ્ધ નોંધાયેલા કેસમાં મધ્યપ્રદેશની હાઈકોર્ટે એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો હતો. બુધવારે રાત્રે ઈન્દોર જિલ્લામાં એફઆઈઆર નોંધાઈ હતી. મંત્રી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની 152, 196(1) (B) અને 197 (1)(C) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
મંત્રીનો વીડિયો વાઈરલ થતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. દેશભરમાં પણ તેઓ વિવાદમાં મુકાતા રાજીનામાની માગ ઉભી કરાઈ હતી. વિવાદ વધતાં મંત્રીએ વીડિયો રજૂ કરી માફી માગી હતી. તેમજ સોફિયા કુરૈશીને પોતાની બહેન ગણાવી હતી. તેમણે કહ્યું કે, મેં જે નિવેદન આપ્યું તેનાથી કોઈપણ સમાજ કે કોઈપણ વ્યક્તિની લાગણી દુભાઈ હોય તો તેના માટે હું ક્ષમા માગુ છું. હું અત્યંત દુઃખી પણ છું. આપણા દેશની બહેન સોફિયા કુરૈશીએ રાષ્ટ્ર ધર્મ નિભાવતા જાતિ અને સમાજથી ઉપર કામ કર્યું છે. હું હંમેશા બહેન સોફિયા અને આપણી સેનાના તમામ વીરોનું સન્માન કરુ છું. ફરી એકવાર હાથ જોડી માફી માગુ છું.
Related Articles
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હ...
Jul 16, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘ...
Jul 16, 2025
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દ...
Jul 16, 2025
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણી લેબલ
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025