ડોનાલ્ડ ટ્રમ્પે જય ભટ્ટાચાર્યને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના ડિરેક્ટર તરીકે નામાંકિત કર્યા

November 27, 2024

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીય અમેરિકનને મોટી જવાબદારી સોંપી છે. તેમણે ડૉ. જય ભટ્ટાચાર્યને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના ડિરેક્ટર તરીકે નામાંકિત કર્યા છે. ટ્રમ્પ વોર રૂપ નામના સોશિયલ મીડિયા હેન્ડલે આ વિશે માહિતી આપી છે, જેના પર જય ભટ્ટાચાર્યએ ખુશી વ્યક્ત કરી છે.

જીત બાદ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના ઘણા લોકોને પોતાની સરકારમાં ભાગીદાર બનાવ્યા છે. હવે માહિતી આવી રહી છે કે ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકન ડૉ. જય ભટ્ટાચાર્યને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના ડિરેક્ટર તરીકે નોમિનેટ કર્યા છે. ટ્રમ્પ વોર રૂપ નામના સોશિયલ મીડિયા હેન્ડલે આ અંગે માહિતી આપી છે. જય ભટ્ટાચાર્યએ પણ આ પોસ્ટને રીટ્વીટ કરી છે.