ટેરિફ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ફોડશે બીજો બોમ્બ, 20 એપ્રિલે થશે ધડાકો

April 15, 2025

20 જાન્યુઆરીએ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્યારે તેમણે જે પહેલો આદેશ જારી કર્યો તે દેશની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી લાદવા અંતર્ગત હતો.  આદેશમાં કહેવામાં આવ્યું છે કે હસ્તાક્ષર કર્યાના 90 દિવસ પછી, ટ્રમ્પ 1807 ના "વિદ્રોહ અધિનિયમ" નો ઉપયોગ કરી શકે છે અને 20 એપ્રિલે અમેરિકન ધરતી પર સેના તૈનાત કરી શકે છે. ટ્રમ્પના આ નિર્ણય અંગે દેશમાં ચિંતા વધી રહી છે. કારણ કે લોકો માને છે કે ટ્રમ્પ હવે ઘૂસણખોરી રોકવા માટે સૈન્યનો ઉપયોગ કરી શકે છે.

1807 નો વિદ્રોહ કાયદો એક એવો કાયદો છે જે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિને ખાસ પરિસ્થિતિઓમાં સૈન્ય અને નેશનલ ગાર્ડ તૈનાત કરવાની મંજૂરી આપે છે. જો દેશમાં કોઈ બળવો, હુલ્લડ, હિંસા કે કાયદાનું ઉલ્લંઘન થાય છે, તો આ કાયદા હેઠળ રાષ્ટ્રપતિ સેના મોકલી શકે છે જેથી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય. આમાં સામાન્ય નાગરિકો દ્વારા કરવામાં આવેલો વિરોધ અથવા હોબાળો પણ શામેલ હોઈ શકે છે.