Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

રાજકારણમાં જવાનો ઇરાદો નથી' : પૂર્વ સીજેઆઈ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડનો ખુલાસો

November 25, 2024

ભારતના મુખ્ય ન્યાયાધીશ પદ પરથી રિટાયર્ડ થયા બાદ ડીવાય ચંદ્રચૂડની ભૂમિકા વિશે ચર્ચા થતી રહી છે. પૂર્વ સીજેઆઇએ આ ચર્ચાનો અંત લાવતાં સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય. મીડિયા એજન્સીના કોન્ક્લેવમાં તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેઓ ક્યારે રાજકારણમાં આવશે?

તેના જવાબમાં ચંદ્રચૂડે કહ્યું કે, તેઓ 65 વર્ષની ઉંમરે એવું કશું નહીં કરે જેનાથી તેમના કામ અને ન્યાયિક પ્રણાલીની ઈમાનદારી પર શંકા ઊભી થાય.પૂર્વ સીજેઆઇને સવાલ પૂછવામાં આવેલો કે રિટાયરમેન્ટ બાદ જજોએ રાજકારણમાં આવવું જોઈએ? તેના જવાબમાં તેમણે કહ્યું, બંધારણ કે કાયદામાં એવું કરવા સામે કશો પ્રતિબંધ નથી. આપણો સમાજ પૂર્વ જજોને કાયદાના સંરક્ષક તરીકે જુએ છે. તેમની લાઇફ-સ્ટાઇલ સમાજના કાયદા પ્રમાણેની હોવી જોઈએ.

પૂર્વ સીજેઆઇએ કહ્યું કે, જજોએ ટ્રોલિંગ બાબતે ખૂબ સાવધ રહેવું પડશે. ટ્રોલર્સ કોર્ટના ચુકાદાને બદલવાની કોશિશ કરી રહ્યા છે.પૂર્વ સીજેઆઇએ કહ્યું કે કોઈ ખાસ બાબતમાં રસ ધરાવતા સ્પશિયલ ઇન્ટરેસ્ટ ગ્રૂપ તે કેસના રિઝલ્ટને સોશિયલ મીડિયા દ્વારા પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. જજોએ તેનાથી સાવધ રહેવાની જરૂર છે. આજકાલ યૂટયૂબ અને બીજાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જુઓ 20 સેકન્ડના વીડિયોના આધારે અભિપ્રાય ઊભો કરે છે, જે ખૂબ મોટું જોખમ છે.