મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ
April 01, 2026
પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં અવરોધને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ પ્રીમિયમ ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે.
પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલમાં મોટો ઉછાળો
ઈન્ડિયન ઓઈલના સૌથી શક્તિશાળી 100-ઓક્ટન પ્રીમિયમ ફ્યુઅલ XP100 ના ભાવમાં લિટર દીઠ Rs 11 નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ Rs 149 માં મળતું આ પેટ્રોલ હવે Rs 160 પ્રતિ લિટરના ભાવે મળશે. આ હાઈ-પર્ફોર્મન્સ ફ્યુઅલ મુખ્યત્ત્વે લક્ઝરી કાર અને સુપરબાઈક્સમાં વપરાય છે. તેવી જ રીતે, પ્રીમિયમ ડીઝલ વેરિઅન્ટ Xtra Green ના ભાવમાં પણ વધારો થયો છે, જે હવે Rs 91.49 થી વધીને Rs 92.99 પ્રતિ લિટર પર પહોંચ્યું છે.
બીજી તરફ, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. 19-kg ના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1 એપ્રિલથી વધીને Rs 2,078.50 થયો છે, જે 1 માર્ચના રોજ Rs 1,768.50 હતો. આમ, એક જ મહિનામાં આશરે Rs 300 થી વધુનો વધારો થયો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ વપરાશના (14.2-kg) સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે દિલ્હીમાં Rs 913 પર સ્થિર છે.
વિમાની ઈંધણ (ATF) ના ભાવમાં રેકોર્ડ વધારો
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના વધતા ભાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. દિલ્હીમાં ATF નો નવો ભાવ Rs 2,07,341.22 પ્રતિ કિલોલિટર થયો છે. આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉડતી ડોમેસ્ટિક એરલાઈન્સ માટે ATF ના દરો Rs 816 થી સીધા વધીને Rs 1,690 પ્રતિ કિલોલિટર થયા છે, જે લગભગ બમણાંથી પણ વધુ છે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026