ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ગુજરાતમાં 1649 ડ્રગ્સ કેસ નોંધાયા છતાં માત્ર 76ને સજા
August 19, 2026
મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર દાયકાઓથી નશાબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવું બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે. દરિયાઈ અને માર્ગ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ રાજ્યમાં ઘુસાડવામાં આવી રહ્યું છે અને ગુજરાત ડ્રગ્સ માફિયાઓ માટે સુરક્ષિત ઉતરાણ સ્થળ બની ગયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાંથી 65,549 કિલો ડ્રગ્સ, 45,564 નશીલી ટેબ્લેટ અને 4,841 લિટર પ્રવાહી ડ્રગ્સ ઝડપાયું છે, જ્યારે છેલ્લા 2 વર્ષમાં 121 કિલો ઉચ્ચ ગુણવત્તાનું કોકેઈન પણ પકડાયું છે.
આટલો મોટો કાળો કારોબાર ચાલતો હોવા છતાં કાયદાકીય કાર્યવાહી સામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ડ્રગ્સ સંબંધિત કુલ 1649 કેસો પોલીસ ચોપડે નોંધાયા હતા, છતાં માત્ર 76 જેટલા ડ્રગ્સ માફિયાઓ જ કોર્ટમાં દોષિત ઠરી શક્યા છે. પોલીસ ડ્રગ્સનો જથ્થો પકડીને વાહવાહી મેળવે છે, પરંતુ કોર્ટમાં ગુનેગારોને સજા અપાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.
નશાના સોદાગરો કોર્ટમાંથી નિર્દોષ છૂટી જાય છે અથવા જામીન મેળવી લે છે તેની પાછળ પોલીસની નબળી અને ઢીલી તપાસ જવાબદાર છે. સ્થાનિક પોલીસની બિનઅનુભવી તપાસ, કોર્ટમાં રજૂ કરવામાં આવતી ચાર્જશીટમાં રહેલી કાયદાકીય ખામીઓ અને આધુનિક પુરાવા એકત્ર કરવાની પદ્ધતિનો અભાવ માફિયાઓ માટે છટકબારી બને છે. ડિજિટલ સોર્સિંગ, ફોરેન્સિક પુરાવા કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ચેઈન ઓફ કસ્ટડી જાળવવામાં નબળાઈના કારણે મોંઘા વકીલો ગણતરીના મહિનાઓમાં જ કેસ નબળો પાડીને જામીન અપાવી દે છે.
પોલીસ ચોપડે ચડેલા આંકડા સિવાય પણ નિષ્ણાતોનું માનવું છે કે જો હજારો કિલો ડ્રગ્સ પકડાતું હોય તો પોલીસની નજર ચૂકવીને પાછલા બારણે કેટલો જથ્થો વેચાતો હશે તેની માત્ર કલ્પના જ થઈ શકે. આજે ગુજરાતની યુવા પેઢી આ ધીમા ઝેરનો શિકાર બનીને બરબાદ થઈ રહી છે, જે રાજ્ય માટે અત્યંત ચિંતાજનક અને કડવી વાસ્તવિકતા છે.
Related Articles
ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી: રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી:...
Sep 12, 2026
‘શું ગુજરાત પાકિસ્તાનમાં છે?' કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિરોધ પર પરેશ રાવલનો જવાબ
‘શું ગુજરાત પાકિસ્તાનમાં છે?' કેવડિયામાં...
Sep 12, 2026
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે ગુજરાત સરકારને 1 વર્ષમાં 21,992 કરોડની ધરખમ આવક
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે ગુજરાત સરકા...
Sep 12, 2026
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભા...
Sep 11, 2026
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 થી 20 ગાડીઓ ઘટનાસ્થળે
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભી...
Sep 09, 2026
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરી કહ્યું-'ભાજપનો નાનો કાર્યકર્તા પણ સત્તાના નશામાં ચકચૂર નથી થયો'
નવસારીથી PM મોદી LIVE: ‘નમો કમલમ’નું ઉદ્...
Sep 08, 2026
Trending NEWS
11 September, 2026
11 September, 2026
10 September, 2026
10 September, 2026
09 September, 2026
09 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026