કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત 11 ભારતીય ટ્રક ડ્રાઇવરની ધરપકડ
July 27, 2026
ઓટાવા: કેનેડાનાં ઓંટારિયોમાં સરહદ પર ચાલી રહેલા એક મોટા ગેરકાયદે ડ્રગ્સ દાણચોરી નેટવર્કનો પર્દાફાશ થયો છે. કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીએ ૧.૭ ટન ગેરકાયદે ડ્રગ્સ જપ્ત કર્યુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કીંમત ૧૩.૯ કરોડ ડોલર બતાવવામાં આવી રહી છે. પ્રોજેક્ટ બે નામનાં આ વિશેષ અભિયાન હેઠળ પોલીસે વિંડસર, લાસેલ, કોરન્ના, બ્રૈમ્પટન, માર્ખમ અને કેલેડન સહિત ઓંટારિયોનાં અનેક વિસ્તારોમાં ૨૨ સ્થળોએ દરોડા પાડી ૧૯ આરોપીઓની ધરપકડ કરી છે.
જેમાં ભારતીય મૂળનાં ટ્રક ડ્રાઇવર્સ સામેલ છે. ભારતીય મૂળની વ્યકિતઓની ઓળખ ગગનદીપ થિંડલ, સિમરનજીત સિંહ, કંવરપાલ કુલાર, જતિંદરપાલ સિંહ, જસવિંદર સોહી, તેજવિંદર સંધુ, હરજવિંદર સંધુ, તરમિંદર સિંહ, ગુનદીપ તારિવાલ, મહકપ્રીત સિંહ અને કરણદીપ સિંહ તરીકે કરી છે.
કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીએ જણાવ્યું હતું કે અધિકારીઓએ શંકાસ્પદ કોકીન, મેથમ્ફેટામાઇન અને અફીણ સહિત લગભગ ૧.૭ ટન ગેરકાયદે ડ્રગ્સ જપ્ત કર્યુ છે. જેની અંદાજિત કીંમત ૧૩.૯ કરોડ ડોલર છે.
પોલીસે ૯૭૩ કીલોગ્રામ કોકીન, ૫૫૦ કીલોગ્રામ મેથમ્ફેટામાઇન, ૪૯ કીલો અફીણ અને ૨૩૦ ઓક્સીકોડોનની ગોળીઓ જપ્ત કરી છે.
પોલીસે ૧૭ શસ્ત્રો પણ જપ્ત કર્યા છે. જેમાં એક ટેન્ક વિરોધી રાયફલ પણ સામેલ છે. આ ઉપરાંત રોકડ, કીંમતી ઘરેણા, એક વાહન, ૪૩ મોબાઇલ ફોન અને છ લેપટોપ પણ જપ્ત કર્યા છે.
એજન્સીએનાં જણાવ્યા અનુસાર પ્રોજેકેટ બે જાન્યુઆરી, ૨૦૨૫માં શરૂ કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ જૂથ કેનેડા અને અમેરિકા વચ્ચે ચાલતી કોમર્શિયલ ટ્રકોનો ઉપયોગ કરી ડ્રગ્સની દાણચોરી કરતું હતું.
Related Articles
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પરિવાર પણ પરમિટ ન મળતાં ત્યાં જ અટવાઈ ગયો
કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પ...
Aug 27, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026