જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા
February 02, 2026
નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ 2026-27માં વિકસિત ભારતનાં લક્ષ્યને ધ્યાનમાં રાખીને મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર અને રેર અર્થ માટે ઘણાં ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કર્યા છે. સરકારે ભારતને દુનિયાનો મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનને વધુ મજબૂતી આપવાની વાત કહી છે. ઘરેલુ ઉત્પાદન વધારવા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમના બજેટમાં વધારાની વાત કહેવામાં આવી છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને સેમિ-કંડક્ટર ક્ષેત્રમાં.
નિર્મલા સીતારામને ટિયર ટૂ અને ટિયર થ્રી શહેરોની આસપાસ નવા વિશિષ્ટ મેન્યુફેક્ચરિંગ પાર્ક અને ક્લસ્ટર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ગતિ શક્તિ યોજના હેઠળ પાયાનાં માળખાં પર ખર્ચ વધારવામાં આવશે, જેથી સામાનનો પરિવહન ખર્ચ ઘટી શકે.દવા ઉદ્યોગમાં ભારતની વૈશ્વિક સ્થિતિને મજબૂત કરવા માટે બાયોફાર્મા શક્તિ યોજનાનો પ્રસ્તાવ રજૂ કરાયો. તેના માટે આગામી પાંચ વર્ષ માટે 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ પ્રસ્તાવિત છે.
દેશભરમાં 1,000 માન્યતાપ્રાપ્ત ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સનું એક નેટવર્ક બનાવવામાં આવશે, જેથી નવી દવાઓનાં પરીક્ષણ અને શોધમાં ઝડપ આવે. ભારતને જૈવિક દવાઓના ઉત્પાદનમાં અગ્રણી બનાવવા પર વિશેષ ભાર મુકાયો છે.ભવિષ્યની તકનીક અને સુરક્ષા ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ ખનીજો પર આત્મનિર્ભર બનવાની વાત કહેવામાં આવી છે. ઇવી, સુરક્ષા અને એરોસ્પેસમાં ઉપયોગી રેર અર્થ મેગ્નેટના સ્થાનિક નિર્માણ માટે મોટી નાણા સહાયતાની જોગવાઈ છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026