બોક્સિંગ ડે ટેસ્ટમાં ઈંગ્લેન્ડની આખરે જીત, ઓસ્ટ્રેલિયામાં 14 વર્ષ અને 18 મેચ બાદ મળી સફળતા
December 27, 2025
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડે 4 વિકેટે જીતી લીધી છે. આ સાથે જ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાની ધરતી પર લગભગ 14 વર્ષ અને 11 મહિના બાદ કોઈ ટેસ્ટ મેચ જીતી છે. જોકે, ઓસ્ટ્રેલિયા શરૂઆતની ત્રણ ટેસ્ટ જીતીને પહેલાથી જ સીરિઝ પર 3-0ની અજેય સરસાઈ મેળવી ચૂક્યું છે, પરંતુ આ જીત સાથે ઈંગ્લેન્ડે આખરે જીતનો સ્વાદ ચાખ્યો છે અને સીરિઝની સ્થિતિ હાલ 3-1 છે. ઈંગ્લેન્ડ માટે આ જીત ઐતિહાસિક છે કારણ કે તેણે છેલ્લે જાન્યુઆરી 2011માં ઓસ્ટ્રેલિયામાં કોઈ ટેસ્ટ મેચ જીતી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં રમાયેલી તમામ એશિઝ સીરિઝમાં ઈંગ્લેન્ડનો કારમો પરાજય થયો હતો. 2013/14, 2017/18 અને 2021/22ની એશિઝ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને સજ્જડ હાર આપી હતી. આ જીત કેપ્ટન બેન સ્ટોક્સ અને પૂર્વ કેપ્ટન જો રૂટ માટે પણ ખાસ છે, કારણ કે આ બંને દિગ્ગજ ખેલાડીઓની ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ પ્રથમ ટેસ્ટ જીત છે. મેલબોર્નમાં રમાયેલી આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ, જેમાં બોલરોનો દબદબો રહ્યો. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 45.2 ઓવરમાં માત્ર 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. તેમના માટે માઈકલ નેસરે સૌથી વધુ 35 રન બનાવ્યા, જ્યારે ઉસ્માન ખ્વાજાએ 29 રનનું યોગદાન આપ્યું. ઈંગ્લેન્ડ તરફથી જોશ ટંગે ઘાતક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના 152 રનના જવાબમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સ પણ 110 રનમાં સમેટાઈ ગઈ, જેના કારણે ઓસ્ટ્રેલિયાને 42 રનની મહત્વની લીડ મળી. ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 41 અને ગસ એટકિન્સને 28 રન બનાવ્યા, પરંતુ 8 બેટ્સમેન ડબલ ડિઝીટનો આંકડો પણ પાર કરી શક્યા નહીં. ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ નેસરે 4 અને સ્કોટ બોલેન્ડે 3 વિકેટ લીધી. 42 રનની લીડ સાથે બીજી ઈનિંગ્સમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એકવાર લથડી અને 34.3 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટ્રેવિસ હેડે સૌથી વધુ 46 રન બનાવ્યા, જ્યારે 8 બેટ્સમેન ડબલ ડિઝીટના આંકડા સુધી પહોંચી શક્યા નહીં. ઈંગ્લેન્ડ તરફથી બ્રાઈડન કાર્સએ 4 અને કેપ્ટન સ્ટોક્સે 3 વિકેટ ઝડપી.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પ...
05 October, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટ...
05 October, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે...
05 October, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા...
05 October, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ ક...
05 October, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને...
05 October, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ...
05 October, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભ...
05 October, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ...
04 October, 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પો...
04 October, 2026