હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
May 09, 2026
કર્નલ સોફિયા કુરેશી પર અપમાનજનક ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના મંત્રી કુંવર વિજય શાહ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે મંત્રી સામે કેસ ચલાવવા માટેની મંજૂરી અંગે 4 અઠવાડિયાની અંદર નિર્ણય લેવામાં આવે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'Enough is enough (હવે બહુ થયું), આ બાબતે નિર્ણય લો અને પાલનનો રિપોર્ટ રજૂ કરો.' 12 મે, 2025ના રોજ મધ્ય પ્રદેશના મઉમાં એક કાર્યક્રમ દરમિયાન મંત્રી વિજય શાહે નિવેદન આપ્યું હતું કે ભારતે પહલગામ આતંકી હુમલા માટે જવાબદારોને "તેમની જ બહેન" દ્વારા પાઠ ભણાવ્યો છે. જોકે તેમણે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ કોંગ્રેસ અને અન્ય પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે તેમનો ઈશારો 'ઓપરેશન સિંદૂર'થી ચર્ચામાં આવેલા કર્નલ સોફિયા કુરેશી તરફ હતો. આ નિવેદન બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ જણાવ્યું કે, મંત્રીને આવી નિવેદનબાજી કરવાની આદત છે. SITએ તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196 (કોમી દ્વેષ ફેલાવવો) હેઠળ કેસ ચલાવવાની મંજૂરી માંગી છે. મંત્રી તરફથી વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે દલીલ કરી હતી કે મંત્રીએ બીજા જ દિવસે માફી માંગી લીધી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું કે કદાચ મંત્રી કર્નલના વખાણ કરવા માંગતા હતા પરંતુ શબ્દોની પસંદગીમાં ભૂલ થઈ ગઈ. ચીફ જસ્ટિસે આ દલીલો નકારી કાઢતા કહ્યું કે, "રાજકીય નેતાઓ ખૂબ જ સ્પષ્ટવક્તા હોય છે. જો જીભ લપસી હોત તો તેમણે તરત જ માફી માંગી હોત. માત્ર પત્ર લખવો એ માફી નથી, પણ બચાવ કરવાનો પ્રયાસ છે. તમે કાયદાથી ઉપર નથી." મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આ મામલે સૂઓમોટો લઈ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો, જેને વિજય શાહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે રાજ્ય સરકારને આ મામલે અંતિમ નિર્ણય લેવા માટે છેલ્લી તક આપી છે.
Related Articles
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ...
Jun 05, 2026
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆ...
Jun 05, 2026
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે, મોટા ખેલની તૈયારીમાં
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખ...
Jun 05, 2026
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં...
Jun 05, 2026
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...', વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમ...
Jun 04, 2026
Trending NEWS
ગુજરાતમાં 226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર...
05 June, 2026
'અમેરિકા દબાણ બનાવી રહ્યું છે પણ ઈન્ડિયા ઝૂકશે નહી...
05 June, 2026
કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
04 June, 2026
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...',...
04 June, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સિરીઝ...
04 June, 2026
ટ્રમ્પને મોટો ઝટકો: અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ઈર...
04 June, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત! કુવૈત એરપ...
03 June, 2026
2,000 કરોડના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગ સંબંધિત ઇન્ડસઇ...
03 June, 2026
શટલ ટ્રેન હુમલા બાદ પાક સેનાની મોટી કાર્યવાહી, બલૂ...
03 June, 2026
દિલ્હીમાં અગ્નિકાંડ: રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં 20...
03 June, 2026