લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની લાલચમાં 7 ગ્રામીણો 9 દિવસથી ગુફામાં ફસાયા
May 29, 2026
દક્ષિણ-પૂર્વ એશિયાના લાઓસ દેશમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં સાયસોમ્બૂન પ્રાંતમાં સોનાની શોધમાં નીકળેલા 7 લોકો અચાનક પૂર આવવાના કારણે એક ઊંડી અને ખતરનાક ગુફામાં ફસાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ગુફામાં પાણી ભરાઈ જતાં બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને આ લોકો ગત 20 મેથી અંદર જ કેદ છે. વિદેશી ગોતાખોરોની (ડાઇવર્સ) મદદથી ગુફામાંથી 5 લોકોને જીવતા શોધી કઢાયા છે, પરંતુ બાકીના 2 લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.
ગુફામાં જીવતા મળેલા 5 લોકો બહાર નીકળવાના રસ્તાથી આશરે 300 મીટર દૂર એક સાંકડી જગ્યા પર આશરો લઈને બેઠા છે. ત્યાં હવા મળી રહી હોવાથી તેઓ અત્યાર સુધી બચી શક્યા છે, પરંતુ તેમને બહાર કાઢવાનું કામ અત્યંત મુશ્કેલ છે. ગુફામાં જવાનો રસ્તો ખૂબ જ સાંકડો અને ખતરનાક ઢોળાવવાળો છે, જ્યાં બચાવ ટીમે પેટે ઘસડાઈને આગળ વધવું પડે છે. કેટલીક જગ્યાએ તો રસ્તો માત્ર 60 સેન્ટીમીટર જેટલો જ પહોળો છે અને અંદર લપસણા પથ્થરો તેમજ અંદર 4-5 મીટર ઊંડી ખીણ હોવાના કારણે આ રેસ્ક્યુ ઓપરેશન ભારે જોખમી બની ગયું છે.
આ રેસ્ક્યુ ઓપરેશન કેટલું ગંભીર અને મુશ્કેલ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ મિશનમાં વિદેશી એક્સપર્ટ્સ પણ જોડાયા છે. આ ટીમમાં ફિનલૅન્ડના એવા બે અનુભવી ગોતાખોરો (ડાઇવર્સ) સામેલ છે, જેમણે વર્ષ 2018માં થાઈલૅન્ડની પૂરગ્રસ્ત ગુફામાંથી બાળકોની ફૂટબોલ ટીમને આબાદ બચાવી હતી. તેમની સાથે મલેશિયા, જાપાન, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. થાઇલૅન્ડ મિશનનો હિસ્સો રહી ચૂકેલા ડાઇવર મિક્કો પાસીએ આ સ્થળને 'અવાવરુ સોનાની ખાણ' ગણાવીને કહ્યું છે કે બચાવ ટીમ અત્યારે સમય સામે જંગ લડી રહી છે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026