ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી: 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે
May 27, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પારે 40 ડિગ્રીને પાર છે, ત્યારે આગામી 30 મેથી 2 જૂન સુધી કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે આ જિલ્લાઓમાં 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ, આગામી 30 મેના રોજ કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠા, મહીસાગર અને પાટણ, જ્યારે 31 મેના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.
આગામી 1 જૂન, 2026ના રોજ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 12 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે.
જ્યારે આગામી 2 જૂનના દિવસે અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ વરસાદ અને 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
તેમજ 27 અને 28 મે આ બે દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026