સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, જનતા દરબારમાં હોબાળો
May 29, 2026
કાર્યક્રમમાં ભીડ ઘટાડવા લોકોને બહાર જવા ટકોર કરતાં પ્રજામાં અસંતોષ
સુઈગામ- વાવ-થરાદના સુઈગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા જનતા દરબાર કાર્યક્રમ દરમિયાન પાણીનો પ્રશ્ન સૌથી ગંભીર મુદ્દા તરીકે સામે આવ્યો હતો. મતવિસ્તારના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનોએ પીવાના પાણીની અછત, અનિયમિત પાણી પુરવઠો, જૂની પાઈપલાઈનો તથા પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.
કાર્યક્રમ દરમિયાન અનેક અરજદારો પાણીની સમસ્યાને લઈને મંત્રી સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. કેટલાક ગામોમાં પાણીની વિકટ સ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ અને અસંતોષ પણ જોવા મળ્યો હતો. પાણીના પ્રશ્નોને લઈને રજૂઆત દરમિયાન મંત્રી સમક્ષ ચકમક જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થળ પર ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું. ઘટનાક્રમ દરમિયાન સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ ન થાય તે માટે મંત્રી દ્વારા પત્રકારો અને હાજર લોકોને વીડિયો શૂટિંગ ન કરવા સૂચના આપવામાં આવી હોવાનું ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. વીડિયો ઉતારવાની મનાઈ ફરમાવવામાં આવતા કાર્યક્રમ સ્થળે વિવિધ પ્રકારની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું.
પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સ્થળ પર ભીડભાડ અને ગરમીનો માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ મંત્રીએ “વધારે લોકો હોવાથી ગરમી થાય છે, રજૂઆતો ઝડપથી પૂર્ણ કરો” તેવી ટકોર કરતાં કેટલાક લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. એસી રૂમમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પણ ભીડ ઘટાડવા માટે લોકોને બહાર જવા કહેવામાં આવતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ હતી.
Related Articles
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026