સુરતમાં શાળાની ઘોર બેદરકારી: ધાબા પર ગયેલા ધોરણ 9ના વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત
July 28, 2026
સુરત : સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં શાળા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના ધાબા પર મુકવામાં આવેલા લાઈટના લોખંડના થાંભલામાંથી વીજ કરંટ લાગવાના કારણે ધોરણ 9માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શાળા કેમ્પસમાં ભારે અરેરાટી સાથે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
મળતી માહિતી અનુસાર, સુમન શાળા નંબર 16માં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પીટી (PT)ના લેક્ચર માટે શાળાના ધાબા પર ગયા હતા. આ દરમિયાન અબ્દુલ રહેમાન મહમદ સલીમ નામના વિદ્યાર્થી ધાબા પર આવેલા લાઈટના લોખંડના થાંભલા પાસે પહોંચ્યો હતો. થાંભલામાં કરંટ આવતો હોવાથી અબ્દુલ રહેમાન તેને અડી જતાં જ તેને વીજ આંચકો લાગ્યો હતો. વીજ કરંટ લાગતાં જ વિદ્યાર્થી સ્થળ પર જ ઢળી પડ્યો હતો. બનાવ અંગે તાત્કાલિક જાણ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
સરકારી શાળાના કેમ્પસમાં જ લાઈટના લોખંડના થાંભલામાં વાયરિંગની ખામી કે ખુલ્લા વાયરને કારણે કરંટ આવી રહ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ પ્રકારની સુરક્ષા ક્ષતિ સામે શાળા તંત્રના લાપરવાહ વલણ સામે અનેક સવાલો ઊભા થયા છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Related Articles
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનુ...
Aug 22, 2026
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ ભોપાલથી ઝડપાયો
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ...
Aug 21, 2026
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, 330 હોટલમાં દરોડા, 1641 કિલો વાસી ખોરાકનો નાશ, 17 એકમો સીલ
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શ...
Aug 19, 2026
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત, 6 હોસ્પિટલમાં દાખલ, ઉજ્જૈનથી આવી હતી દારૂની 28 પેટી
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત...
Aug 19, 2026
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપોર્ટમાં ધડાકો : કરોડો રૂપિયાની કમાણી છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડુ
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપ...
Aug 19, 2026
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ગુજરાતમાં 1649 ડ્રગ્સ કેસ નોંધાયા છતાં માત્ર 76ને સજા
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ગુજરાતમા...
Aug 19, 2026
Trending NEWS
23 August, 2026
23 August, 2026
23 August, 2026
23 August, 2026
23 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026