Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ

July 26, 2026

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાન અનુસાર, 1 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં આગામી 27 જુલાઈએ વાવ થરાદ, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 28-29 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
30 જુલાઈએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદનું જોર જોવા મળશે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી વરસાદનું ફરી જોર વધતું જોવા મળે છે. જેમાં 24 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. અમદાવાદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ છે.
 26 જુલાઈએ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 3.23 ઇંચ વરસાદ નોંધાયો છે.