ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ મંત્રણા વચ્ચે ઈરાનનો જોર્ડન સ્થિત અમેરિકન સૈન્ય બેઝ પર ભીષણ મિસાઈલ હુમલો
July 29, 2026
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૈન્ય કાર્યવાહી અટકાવીને કૂટનીતિ અને વાટાઘાટો પર ભાર મૂકવાના નિર્ણયના ગણતરીના દિવસોમાં જ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જોર્ડન સ્થિત યુએસ સૈન્ય બેઝ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ અચાનક થયેલા હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે મંગળવારે સાંજે 5:45 વાગ્યે છોડવામાં આવેલી તમામ મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી છે. આ ઘટનામાં કોઈ મોટું નુકસાન કે જાનહાની થઈ નથી, પરંતુ આ એ જ બેઝ છે જ્યાં ચાલુ મહિનાની શરૂઆતમાં થયેલા હુમલામાં 2 અમેરિકન સૈનિકો શહીદ થયા હતા, જેના જવાબમાં અમેરિકાએ સતત 13 રાતો સુધી વળતો પ્રહાર કર્યો હતો.
વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ વચ્ચે યોજાયેલી અત્યંત મહત્વની બેઠકના થોડા કલાકો બાદ જ આ મિસાઈલ હુમલો થયો છે. આ બેઠકના એક દિવસ પહેલા જ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સકારાત્મક વાતચીત ચાલી રહી છે અને શાંતિ કરાર થવાની પૂરી સંભાવના છે. જોકે, તેમણે એવી પણ ચીમકી આપી હતી કે જો આ વાટાઘાટો નિષ્ફળ જશે તો અમેરિકા ફરીથી આકરી સૈન્ય કાર્યવાહી શરૂ કરશે.
બીજી તરફ, યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ પણ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાના એક તેલ ટેન્કર પર બેલિસ્ટિક મિસાઈલ ઝીંકી હોવાનો દાવો કર્યો છે. હુથી પ્રવક્તા યાહ્યા સરીએ નાકાબંધીના ઉલ્લંઘન બદલ આ જહાજને નિશાન બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે બ્રિટનની દરિયાઈ સુરક્ષા એજન્સી યુકેએમટીઓના અહેવાલ મુજબ, દક્ષિણ રાતા સમુદ્રમાંથી પસાર થતા એક જહાજ પાસે વિસ્ફોટ નોંધાયો છે, પરંતુ ક્રૂ મેમ્બર્સ અને જહાજ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026