ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ, 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
July 29, 2026
તાજેતરમાં રાજ્યભરમાં ધોધમાર વરસાદ બાદ હાલ વરસાદે થોડો વિરામ લીધો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે અનેક વિસ્તારોમાં હજુ પણ છૂટાછવાયા ઝાપટાં વરસી રહ્યાં છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 29 જુલાઈએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 3 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં ફરી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
30 અને 31 જુલાઈ દરમિયાન નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, પંચમહાલ, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. 1 અને 2 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 3 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026