જાપાનમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ! તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણીથી અફરાતફરી
July 28, 2026
જાપાનના દક્ષિણી મુખ્ય ટાપુ ક્યુશુના કુમામોટો પ્રીફેક્ચરમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાન મેટિયોરોલોજિકલ એજન્સી (JMA) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર સમુદ્ર સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ અધિકારીઓએ સુનામીની ચેતવણી જારી કરી છે. જેમાં 1 મીટર (3.28 ફૂટ) સુધીની ઊંચી લહેરો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ઊંચાણવાળા વિસ્તારોમાં ખસી જવા અને સત્તાવાર બચાવ સૂચનાઓનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. બ્રોડકાસ્ટર NHK ના અહેવાલ મુજબ, આ સ્તર સુધીની લહેરો પહેલેથી જ નોંધાઈ ચૂકી હોઈ શકે છે. જાપાન સરકારે ક્યુશુ આઈલેન્ડના કુમામોટો, નાગાસાગી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી પ્રીફેક્ચર્સ માટે કટોકટી ભૂકંપ ચેતવણીઓ જારી કરી છે.
નોંધનીય છે કે એક અઠવાડિયામાં આ પ્રકારનો આ બીજો ભૂકંપ છે. અગાઉ 25 જૂનના રોજ ઉત્તરી જાપાનમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે તેમાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નહોતું. જાપાન દુનિયાના સૌથી વધુ ભૂકંપ સંભવિત દેશોમાં સામેલ છે, જે પેસિફિક "રિંગ ઓફ ફાયર" ની પશ્ચિમી ધાર પર ચાર મુખ્ય ટેકનિકલ પ્લેટ્સ પર વસેલો છે. આ ટાપુ સમૂહમાં દર વર્ષે સેંકડો આંચકા અનુભવાય છે અને વિશ્વના કુલ ભૂકંપોમાંથી લગભગ 18 ટકા જાપાનમાં નોંધાય છે.
જાપાન 2011ના વિનાશક 9.0 તીવ્રતાના સમુદ્રી ભૂકંપ અને સુનામીની વિભીષિકાને આજે પણ યાદ કરે છે. જેમાં આશરે 18,500 લોકોના મોત થયા હતા અથવા લાપતા થયા હતા અને ફુકુશુમા ન્યુક્લિયર પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું. તાજેતરમાં 20 એપ્રિલે પણ ઉત્તર જાપાનમાં 7.7 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ટોક્યોની મોટી ઇમારતો પણ ધ્રૂજી ઉઠી હતી અને 10 લોકો ઘાયલ થયા હતા.
Related Articles
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવ દરમિયાન ગોળીબાર, 2 લોકોના મોત, 5થી વધુ ઘાયલ
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવ દરમિયાન ગ...
Jul 27, 2026
પિતાથી અલગ મિજાજના છે મોજતબા ખામેનેઈ યુ.એસ. જાસૂસી વિભાગનો એ-બોમ્બ અંગે દાવો
પિતાથી અલગ મિજાજના છે મોજતબા ખામેનેઈ યુ....
Jul 26, 2026
ઈરાન પર બહેરિન અને કુવૈત તૂટી પડયાં : પહેલીવાર સીધો હુમલો કર્યો
ઈરાન પર બહેરિન અને કુવૈત તૂટી પડયાં : પહ...
Jul 26, 2026
પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા વચ્ચેની સીક્રેટ ડીલથી ટ્રમ્પ છેતરાયા!
પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા વચ્ચેની સ...
Jul 26, 2026
ફ્રાન્સ-સ્પેનમાં જંગલની આગ બેકાબૂ: 2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર, સ્પેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી
ફ્રાન્સ-સ્પેનમાં જંગલની આગ બેકાબૂ: 2 લાખ...
Jul 25, 2026
ઈરાન પર ઇતિહાસમાં ક્યારેય ના થયો હોય એવો હુમલો કરીશું - ટ્રમ્પની ધમકી
ઈરાન પર ઇતિહાસમાં ક્યારેય ના થયો હોય એવો...
Jul 24, 2026
Trending NEWS
27 July, 2026
27 July, 2026
27 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026