Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

ગુજરાતના 10 જિલ્લામાં અત્યંત તો 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

June 23, 2025

ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્રને એલર્ટ મોડ પર રહેવા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે એટલે કે અતિથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, તો 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સિવાય 10 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે તેના ટ્વટર હેન્ડલ પર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. 10 જિલ્લામાં અત્યાંત ભારે વરસાદ થઈ શકે છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યાંત ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં તો ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં, આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.