અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તાન
May 17, 2026
અમદાવાદ- વિદેશમાં સ્ટડી કરવા જવાનું સપનું જોતા સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સ સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. અમદાવાદના આંબાવાડીમાં આવેલી એક જાણીતી એજ્યુકેશન કન્સલ્ટન્સી કંપનીના જ એક અધિકારીએ સ્ટુડન્ટ્સની ફીના નામે લાખો રૂપિયા ઉઘરાવીને યુનિવર્સિટીના ખાતામાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ખાતામાં ચાઉ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કંપની દ્વારા લાખો રૂપિયાની ઉચાપત અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
આ અંગે મામલે વડોદરાના કારેલીબાગમાં રહેતા અને કેરીયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ નામની ખાનગી એજ્યુકેશન કંપનીમાં સિનિયર મેનેજર ઓપરેશન તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય જયદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી છે. તેમની કંપનીની હેડ ઓફિસ વડોદરામાં છે અને એક બ્રાન્ચ અમદાવાદમાં આવેલી છે. ફરિયાદ મુજબ, તેમની જ કંપનીની અમદાવાદ બ્રાન્ચમાં ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા એક કર્મચારીએ કંપની અને સ્ટુડન્ટ્સ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના પાલડીમાં રહેતા રૂશીલ દીપકભાઈ શાહને 10/05/2022ના રોજ કંપનીમાં ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર બનાવ્યા હતા. તેમની મુખ્ય જવાબદારી વિદેશ સ્ટડી માટે જતા સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ કરવાનું અને ફીની કામગીરી સંભાળવાની હતી. જો કે, માર્ચ 2025થી 13/11/2025 દરમિયાન કંપનીને શંકા જતા આંતરિક તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યુ હતું કે રૂશીલ શાહે યુ.કે.ની યુનિવર્સિટીમાં જમા કરાવવાની ફીના નામે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ પાસેથી કુલ રૂપિયા 29,13, 670 પોતાના બેંક એકાઉન્ટમાં અને રોકડા મેળવી લીધા હતા. ભાંડો ફૂટવાના ડરે તેણે તેમાંથી ટુકડે-ટુકડે રૂપિયા 18,30,558 સ્ટુડન્ટ્સને પરત ચૂકવ્યા હતા, પરંતુ બાકીના રૂપિયા 10,83,112 સ્ટુડન્ટ્સને કે યુનિવર્સિટીને ન ચૂકવી પોતાની પાસે જ રાખી લીધા હતા. આ રીતે પોઝિશનનો ઉપયોગ કરી રૂપિયાની ઉચાપત કરવા બદલ રૂશીલ શાહ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026