ક્રિકેટ ટીમનો સિલેક્ટર હોવાનું કહી 90 હજાર પડાવી ગયો
April 09, 2025

ગોંડલ : ગુજરાતમાં અવાર-નવાર ખાવાની ચીજ વસ્તુથી લઈને કોર્ટ અને અધિકારીઓ સુધી નકલી વસ્તુઓ સામે આવતી રહે છે. એવો જ એક મામલો ફરી સામે આવ્યો છે. જેમાં રાજ્યમાં નકલી ક્રિકેટ સિલેક્ટરનો પર્દાફાશ થયો છે. આ ક્રિકેટ સિલેક્ટરે ગોંડલના મામલતદાર સહિત પાંચ લોકો પાસે 5 વ્યક્તિઓને ઈન્ટરનેશનલ ક્રિકેટનું સપનું બતાવી આશરે 90 હજાર રૂપિયા ખંખેર્યા હતાં. હાલ, આ મામલે પોલીસે અરજી દાખલ કરી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, પ્રજ્ઞેશ બારહટે નામના વ્યક્તિએ મહેસાણામાં લોકોને મેઘાલય ક્રિકેટ એસોશિએશનમાં સિલેક્ટર હોવાનું જણાવ્યું હતું.
ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા મળશે તેવું કહીને ટિકિટ ભાડાના 90 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતાં. આ શખસે મેઘાલય ક્રિકેટ એસોસિએશનના સિલેક્શનનું નકલી જાહેરનામું પણ બતાવ્યું અને ગોંડલના મામલતદાર સહિત પાંચ વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલાની જાણ થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બેટમિન્ટ કોચ અને મેહુલ ધોળકિયાએ પોલીસ કમિશનરને આ મામલે ફરિયાદ આપી છે.
ફરિયાદી મેહુલ ધોળકિયાએ આ મામલે જણાવ્યું કે, પ્રજ્ઞેશભાઈ નામના વ્યક્તિનો 16 ફેબ્રુઆરીની આસપાસ મને કૉલ કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, તે મેઘાલય ક્રિકેટ બોર્ડ એસોસિએશનમાં સિલેક્ટર તરીકે છે. U-14 થી લઈને U-23 સુધી બધાં બાળકોને ત્યાં રમવા લઈ જવાના છે. જ્યાં ભારતમાંથી મેઘાલયની ટીમ જશે અને ભૂતાન, નેપાળ તેમજ અમેરિકાની ટીમ હશે. ત્યાં અમુક મેચના શિડ્યુલ ફિક્સ હતાં. પછી અમને કહેવામાં આવ્યું કે, એક છોકરા દીઠ 14700 રૂપિયા ટ્રાન્સફર કરવાના રહેશે.
આ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ અમને બે દિવસ પછીની ટિકિટ મોકલવામાં આવી હતી. બાદમાં જ્યારે જવાનું હતું તેની વહેલી સવારે પ્રજ્ઞેશભાઈનો સવારે કૉલ આવે છે કે, આ પ્રોગ્રામ ત્યાંથી કેન્સલ કરવામાં આવ્યો છે. આ ઘટના 10-20 દિવસ સુધી ચાલી. આ કૌભાંડમાં હવે તેણે 30 જેટલાં છોકરાઓના લગભગ 4 લાખ જેટલાં પૈસા લઈ લીધા છે અને હવે કોઈને જવાબ નથી આપતાં. તેથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા ગયા હતાં, જ્યાં અમારી અરજી લખવામાં આવી છે.
Related Articles
અમદાવાદમાં મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGMની ધરપકડ, ડીગ્રીમાં ચેડા કરી મેળવી હતી નોકરી
અમદાવાદમાં મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGM...
Apr 13, 2025
અમરેલીમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી ગઈ, 5 લોકોનો ચમત્કારિક બચાવ
અમરેલીમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી...
Apr 13, 2025
સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્નીનું મોત
સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામ...
Apr 13, 2025
પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના મોત, બાળકી ગંભીર
પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલ...
Apr 13, 2025
વડોદરાના જેતલપુરમાં એક સપ્તાહથી પાણી માટે વલખાં, ચૂંટણી બહિષ્કારની ચીમકી
વડોદરાના જેતલપુરમાં એક સપ્તાહથી પાણી માટ...
Apr 13, 2025
વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ, 100થી વધુ લોકોને દંશ માર્યા
વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ...
Apr 13, 2025
Trending NEWS

13 April, 2025

13 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025