સમરમાં હોટ અને કૂલ લુક માટે ફેવરિટ ફ્રોક
April 15, 2025

જ્યારે આપણે ટ્રેડિશનલ આઉટફિટની વાત કરીએ છીએ, તો એમાં સલવાર સૂટ, શરારા સૂટનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ એક એવું પરિધાન છે, જેમાં યુવતીઓ ટ્રેન્ડી અને સ્ટાઇલિશ પણ દેખાય છે. દર વખતે સમરમાં ટ્રેડિશનલ આઉટફિટ પહેરવા કરતાં કંઇક નવું ટ્રાય કરવાનું મન માનુનીઓને થાય એ સ્વાભાવિક છે, તો એમાં ફ્રોકને અપનાવી શકો. ફ્રોકની ડિફરન્ટ ડિઝાઇન વોર્ડરોબમાં સામેલ કરીને સમરમાં હોટ અને કૂલ લુક મેળવી શકો છો.
લખનવી ફ્રોક
સિમ્પલ ફ્રોક સિલેક્ટ કરવાને બદલે કંઇક અલગ એટલે કે લખનવી ફ્રોક કૅરી કરો. આ તમને સ્ટાઇલિશ લુક આપી શકે છે. એની સાથે ફ્રેન્ચ પોની બનાવી શકો છો. ઓપન હેર પણ રાખી શકો. લખનવી ફ્રોકમાં અનેક ડિઝાઇન માર્કેટમાં અવેલેબલ છે. એમાં કંઇક યુનિક કરવા મિરર વર્ક કરાવો. લખનવી ફ્રોકને ચાર-પાંચ વખત સ્ટાઇલ કર્યા બાદ એની સાથે પ્લેન પેન્ટ પહેરીને પણ ટ્રાય કરી શકો. એની સાથે સલવાર પહેરશો તો એ જોવામાં બિલકુલ સારું નહીં લાગે. એ માટે કોઇ સ્ટાઇલિશ બોટમની પસંદગી કરો.
સિમ્પલ અનારકલી ફ્રોક
ટ્રેડિશનલ લુક મેળવવા અનારકલી ફ્રોક બેસ્ટ ઓપ્શન છે. અનારકલી ફ્રોકની ફેશન સદાબહાર છે, જે ક્યારેય આઉટ ઓફ ફેશન થતી નથી. એમાં પ્રિન્ટેડથી માંડી પ્લેન અને કોટન મટીરિયલથી માંડી સિફોન મટીરિયલ અવેલેબલ છે. એમાંથી તમારા મનગમતા મટીરિયલ અને ડિઝાઇનની પસંદગી કરો. અનારકલી ફ્રોકને ક્યારેક ફેમિલી ફંક્શનમાં ટ્રાય કરવાની ઇચ્છા થાય તો બોટમમાં સલવાર સાથે પણ ટ્રાય કરી શકાય. એટલે ટુ ઇન વન તરીકે અનારકલી ફ્રોકનો ઉપયોગ કરી શકો છો.
પેપ્લમ ફ્રોક
તમે સ્ટાઇલિશ દેખાવવા ઇચ્છો છો તો શોર્ટ પેપ્લમ ફ્રોકની પસંદગી કરી શકો. એ જોવામાં અને પહેરવામાં સુંદર લાગશે. પેપ્લમ શોર્ટથી માંડી ઢીંચણ સુધીની લેન્થમાં અવેલેબલ છે. જેને તમે કોલેજમાં, આઉટિંગમાં કે પછી ડેટ પર કૅરી કરી શકો છો. શોર્ટ પેપ્લમ ફ્રોકને ક્યારેક જિન્સ, શરારા, સલવાર અને ધોતી સાથે પણ કૅરી કરી શકાય.
બ્રોડ પ્રિન્ટ અને હેન્ડ પ્રિન્ટ ફ્રોક
પ્રિન્ટેડ ફ્રોક કે સિમ્પલ ફ્રોકમાં હજારો ડિઝાઇન બજારમાં મળી જશે, પરંતુ આજકાલ બ્રોડ પ્રિન્ટ અને હેન્ડ પ્રિન્ટવાળા ફ્રોક ઇન ટ્રેન્ડ છે. સમરને ધ્યાનમાં રાખીને એમાં વ્હાઇટથીમાંડી, પિંક, પર્પલ, લાઇટ યલો, આઇવરી ગ્રીન જેવા કલરો હોટ ફેવરિટ છે. એમાંથી તમારા મનગમતા કલરની પસંદગી કરી શકો છો. મટીરિયલમાં કોટન, મલ અને શિફોન મટીરિયલ આ પ્રકારનાં ફ્રોકમાં વધારે ચાલે છે.
Related Articles
Trending NEWS

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025