ઈઝરાયલે હુમલાનો આદેશ આપતા બેરૂતમાં ભયનો માહોલ, જીવ બચાવવા ભાગમભાગ, હિઝબુલ્લાહે પણ રોકેટ છોડ્યા
June 01, 2026
બ્રૈકાઆ : લેબનોન અને ઈઝરાયલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલું તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યું છે. ઈઝરાયલે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર હુમલાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, હિઝબુલ્લાહ દ્વારા યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઈઝરાયલી શહેરો અને નાગરિકો પરના સતત હુમલાઓના જવાબમાં આ લશ્કરી કાર્યવાહીનો નિર્ણય લેવાયો છે.
ઈઝરાયલની ચેતવણી બાદ, બેરૂતના દક્ષિણી ઉપનગરોમાંથી હજારો લોકો જીવ બચાવવા માટે સ્થળાંતર કરી રહ્યા છે. રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હિઝબુલ્લાહે પણ ઉત્તર ઈઝરાયલ અને હાઈફા શહેરના બાહ્ય વિસ્તારોમાં રોકેટ છોડીને વળતો જવાબ આપ્યો છે. ઈઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબેનોનમાં પહાડની ટોચ પર આવેલા 'બ્યુફોર્ટ કેસલ' પર કબજો જમાવ્યો છે. આ ઈઝરાયલની છેલ્લા 26 વર્ષમાં લેબેનોન સરહદની અંદરની સૌથી મોટી ઘૂસણખોરી માનવામાં આવે છે.
આ દરમિયાન લેબનાનની સરકારી ન્યૂઝ એજન્સી NNAના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી હુમલામાં 6 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, દક્ષિણ લેબનાનના બ્રૈકાઆ કસ્બામાં ઇઝરાયલી ડ્રોન હુમલામાં 2 લોકો માર્યા ગયા. જ્યારે નજીકના તૂલ કસ્બામાં થયેલા ડ્રોન હુમલામાં એક સીરિયન નાગરિકનું મોત થયું. NNA જણાવ્યું કે લિતાની નદીની ઉત્તરમાં આવેલા કફરસીર કસ્બામાં રાતભર થયેલા હુમલામાં વધુ 3 લોકોએ જીવ ગુમાવ્યો.
Related Articles
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરી...
Aug 31, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026