ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે મુસાફર જહાજમાં ભીષણ આગ, 271માંથી 5ના મોત, 41 ગુમ, 225નો બચાવ
August 03, 2026
બાલીમાં ઇન્ડોનેશિયાના મદુરા ટાપુ નજીક મુસાફર ફેરીમાં ભીષણ આગ લાગવાની ગોઝારી ઘટના બની છે, જેમાં અંદાજે 5 લોકોના મોત નીપજ્યા છે અને 41 જેટલા લોકો હજુ પણ ગુમ છે. અહેવાલો અનુસાર આ ફેરીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 271 લોકો સવાર હતા અને આગનું રૌદ્ર સ્વરૂપ જોઈને જીવ બચાવવા અનેક લોકોએ દરિયામાં છલાંગ લગાવી દીધી હતી, જેના દ્રશ્યો માધ્યમોમાં વાયરલ થયા હતા. બચાવ ટીમ દ્વારા 225 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો મુજબ આ ફેરી પૂર્વ જાવા પ્રાંતના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસર તરફ જઈ રહી હતી, તે દરમિયાન જાવાના ઉત્તર-પૂર્વ તટ પર આવેલા મદુરા ટાપુ પાસે અચાનક ફેરીમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોટા પાયે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગુમ થયેલા લોકોની શોધખોળ માટે આસપાસના દરિયાઈ વિસ્તારમાં અનેક જહાજો તૈનાત કરવામાં આવ્યા હતા. હાલ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જોકે ફેરીમાં આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Related Articles
ઈરાનનો માસ્ટર પ્લાન, દરિયાઈ વેપાર પર મોટી અસર સંભવ
ઈરાનનો માસ્ટર પ્લાન, દરિયાઈ વેપાર પર મોટ...
Aug 07, 2026
બેંગકોક નજીક શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, શિક્ષક સહિત 6 લોકોના મોત
બેંગકોક નજીક શાળામાં વિદ્યાર્થીએ કર્યું...
Aug 07, 2026
મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે 'NATO' જેવી ડીલ
મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અ...
Aug 07, 2026
યમનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર હુથી ડ્રોન હુમલો, 13 ભારતીયો સહિત 14 લોકોને બચાવાયા
યમનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર હુથી ડ્ર...
Aug 05, 2026
અમેરિકાની ઈરાનને આખરી ચેતવણી, ટ્રમ્પે વિનાશક હુમલો ટાળી પરમાણુ કાર્યક્રમ પર અંકુશ માટે વાટાઘાટોની તક આપી
અમેરિકાની ઈરાનને આખરી ચેતવણી, ટ્રમ્પે વિ...
Aug 04, 2026
150 વર્ષનો રૅકોર્ડ તોડશે અલ-નીનો! અનેક દેશો પર હિટવેવ અને દુકાળનો ખતરો વધ્યો
150 વર્ષનો રૅકોર્ડ તોડશે અલ-નીનો! અનેક દ...
Aug 04, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026