રાહુલ ગાંધી વિરુદ્ધ FIR, દિલ્હીમાં ભડકાઉ નિવેદન કર્યાના આરોપ હેઠળ આસામમાં ફરિયાદ
January 19, 2025

દિલ્હી : દિલ્હીમાં કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદઘાટન વખતે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપ રાહુલ ગાંધીને ચોતરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. હવે તેમની વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાઈ છે. વાત એમ છે કે, હાલમાં જ રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ મોહન ભાગવતનો વિરોધ કરતા કહ્યું હતું કે, ‘અમે ઈન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ.’ જો કે, આ નિવેદન કરવું તેમને ભારે પડ્યું છે. આસામની રાજધાની ગુવાહાટીમાં મોનજીત ચેતિયા નામના વ્યક્તિએ રાહુલ ગાંધી વિરુદ્ધ ખૂબ જ ગંભીર બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR નોંધાવી છે. ચેતિયાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ દિલ્હીમાં આપેલું નિવેદન ભારતની એકતા અને અખંડિતતા માટે ખતરા સમાન છે.
ગુવાહાટીના પાન બજાર પોલીસ સ્ટેશનમાં રાહુલ વિરુદ્ધ નોંધાયેલી FIRમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 152 અને 197(1)નો ઉલ્લેખ કરાયો છે, જે દેશની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતી કોઈપણ કાર્યવાહી વખતે લગાવવામાં છે. આ કલમો બિનજામીનપાત્ર છે. વાસ્તવમાં દિલ્હીમાં કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદઘાટન વખતે રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધ્યું હતું. મોહન ભાગવતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઉજવણી ભારતની ખરી આઝાદી તરીકે ઉજવવાનું નિવેદન આપ્યું હતું, જેના પર રાહુલ નિશાન સાધી કહ્યું હતું કે, ‘ભાગવતનું નિવેદન દર્શાવે છે કે ભાજપ (BJP) અને RSS દેશની સ્વતંત્રતા અને બંધારણ વિશે શું વિચારે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ લોકોને ભારતના બંધારણમાં વિશ્વાસ નથી. ભાજપ અને આરએસએસ એક પછી એક તમામ સંસ્થાઓ પર કબજો કરી રહ્યા છે. અમે ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ નહીં, પરંતુ ઈન્ડિયન સ્ટેટ સામે પણ લડી રહ્યા છીએ.
Related Articles
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકેશન મનાવી પરત આવતા સમયે નડ્યો અકસ્માત
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકે...
Jul 08, 2025
બાઘેશ્વર ધામમાં ધર્મશાળાની છત ધરાશાયી, 1 મહિલાનું મોત, 10 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત
બાઘેશ્વર ધામમાં ધર્મશાળાની છત ધરાશાયી, 1...
Jul 08, 2025
શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશનથી ઈસરો ચીફ સાથે કરી વાત
શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશનથી ઈસરો ચીફ...
Jul 08, 2025
બિહારના પૂર્ણિયામાં એક જ પરિવારના 5 સભ્યોની હત્યા, પોલીસ તપાસ શરુ
બિહારના પૂર્ણિયામાં એક જ પરિવારના 5 સભ્ય...
Jul 08, 2025
ટ્રેક પાર કરતી સ્કૂલ બસને ટ્રેને ટક્કર મારી, બે બાળકોના દુઃખદ મોત
ટ્રેક પાર કરતી સ્કૂલ બસને ટ્રેને ટક્કર મ...
Jul 08, 2025
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની...
Jul 07, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025