અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહિત 9 લોકો ઘાયલ

May 30, 2023

ફ્લોરિડા : અમેરિકાના ફ્લોરિડામાં ગોળીબારની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લોરિડામાં હોલીવુડ બ્રોડવોકમાં સામૂહિક ગોળીબાર થયો હતો. જેમાં સગીર સહિત 9 લોકો ઘાયલ થયા છે.

હકીકતમાં આ ગોળીબારની ઘટના સોમવારે સાંજે એન બ્રોડવોકના 1200 બ્લોકમાં બની હતી. અહેવાલ અનુસાર, ગોળીબારમાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા 3 સગીરો સહિત 9 લોકોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે ગોળીબારની ઘટનામાં એક શકમંદની અટકાયત કરી છે.હાલમાં ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોની સ્થિતિ વિશે વધુ જાણકારી મળી નથી.

તમને જણાવી દઈએ કે, આ ઘટના સાંજે 6.41 વાગ્યાની છે. મીડિયા આઉટલેટે હોલીવુડના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે સ્થળ પર ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. આ ઘટનામાં સંકળાયેલની પોલીસે અટકાયત કરી હતી.