કેનેડાના નાયગ્રા ધોધથી પરત ન્યૂયોર્ક ફરી રહેલી ટૂર બસનો અકસ્માત થતાં એક ભારતીય સહિત પાંચ લોકોના મોત
August 25, 2025
કેનેડાના નાયગ્રા ધોધથી પરત ન્યૂયોર્ક ફરી રહેલી ટૂર બસનો અકસ્માત થતાં એક ભારતીય સહિત પાંચ લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક પરત જઈ રહેલી 54 મુસાફરોથી ભરેલી ટૂર બસને બફેલો નજીક પેમ્બ્રોકમાં ઈન્ટરસ્ટેટ 90 હાઈવે પર અકસ્માત નડ્યો હતો. શુક્રવારે સર્જાયેલા આ અકસ્માતમાં પાંચ જણના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય તમામ મુસાફરને નાની-મોટી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોમાં બિહારમાંથી 65 વર્ષીય શંકર કુમાર ઝા, ન્યૂ જર્સીના પિંકી ચાંગરાની (ઉ.વ.60), ચીનના ઝી હોંગઝુઓ (ઉ.વ.22), ન્યૂ જર્સીના જર્સી સિટીના રહેવાસી ઝાંગ ઝિયાઓલાન (ઉ.વ. 55) અને જિયાન મિંગલી (ઉ.વ. 56) તરીકે થઈ છે. આ ટૂર બસમાં મોટાભાગના મુસાફરો ભારતીય, ચીન અને ફિલિપિનોના હોવાનું ન્યૂયોર્ક પોલીસ કર્મી જેમ્સ ઓ'કેલાઘને જણાવ્યું હતું.
ન્યૂ યોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે બપોરે 12.22 વાગ્યે (સ્થાનિક સમય) બફેલો નજીક પેમ્બ્રોકમાં ઇન્ટરસ્ટેટ 90 પર આ જીવલેણ અકસ્માત થયો હતો. બસ નાયગ્રા ધોધની મુલાકાત લીધા બાદ ન્યૂયોર્ક પરત ફરી રહી હતી, જેમાં 54 લોકો સવાર હતા, જેમાં બસ કંપનીના બે કર્મચારી પણ હતા. બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં હાઈવે પરથી ઉતરી ગઈ હતી અને બસ સીધી ખાડામાં પડી હતી. અકસ્માતના કારણે હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. અકસ્માતના લગભગ આઠ કલાક બાદ રાત્રે 8.30 વાગ્યે ફરી ખોલવામાં આવ્યો હતો. જ્યારે પશ્ચિમ તરફ જતો રસ્તો સાંજે 5 વાગ્યા પછી ખોલવામાં આવ્યો હતો.
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે X પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું કે, આ દુઃખદ ટૂર બસ અકસ્માત વિશે માહિતી મળી છે. અમારી ઓફિસ આ ઘટનામાં બચાવ અને રાહત કામગીરી કરનારી રાજ્યની પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે નજીકથી દેખરેખ રાખી રહી છે.
Related Articles
ટોરન્ટોમાં ભારતીય મહિલાની હત્યાના આરોપમાં તેના પાર્ટનરની ધરપકડ
ટોરન્ટોમાં ભારતીય મહિલાની હત્યાના આરોપમા...
Aug 13, 2026
કેનેડાએ ચાલુ વર્ષે છ મહિનામાં 3,323 ભારતીયોને ઘરભેગા કર્યા, હજુ 7669 સામે લટકતી તલવાર
કેનેડાએ ચાલુ વર્ષે છ મહિનામાં 3,323 ભારત...
Aug 13, 2026
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા...
Aug 10, 2026
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત 11 ભારતીય ટ્રક ડ્રાઇવરની ધરપકડ
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત...
Jul 27, 2026
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાનો ટેરિફ ઝીંકી 100 વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો!
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાન...
Jul 21, 2026
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અ...
Jul 18, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026