'અડધો કલાક ભીડ નીચે કચડાતો રહ્યો, પત્ની નજરો સામે મૃત્યુ પામી..' મહાકુંભ નાસભાગના પીડિતની આપવીતી
January 29, 2025
પ્રયાગરાજ : પ્રયાગરાજ મહાકુંભમાં મંગળવારની રાત્રે ભીડ એટલી વધી ગઈ કે, નાસભાગ મચી ગઈ. સંગમ કિનારે ભીડના કારણે નાસભાગમાં અત્યાર સુધી 10 લોકોની મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. ઈજાગ્રસ્તોને કુંભ ક્ષેત્રના સેક્ટર-2 માં બનાવવામાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન દુર્ઘટના સમયે ત્યાં હાજર પીડિતોએ મીડિયા સાથે વાત કરતાં કરી હતી. બિહારના ઔરંગાબાદથી સૂરજ યાદવ નામના વ્યક્તિએ જણાવ્યું કે, 12-13 લોકો ગંગા સ્નાન માટે આવ્યા હતાં. એ દરમિયાન નાસભાગ મચી અને મારી મા દબાઈને મરી ગઈ.
દુર્ઘટનામાં પોતાની પત્નીને ગુમાવનાર ફૂલચંદ વિશ્વકર્મા નામના વ્યક્તિએ જણાવ્યું કે, રાત્રે ગંગામાં સ્નાન કરીને નીકળ્યા તો જોયું કે, ત્યાંથી ગેટ ખુલ્લો હતો. બંને બાજુ પબ્લિક હતી. લોકો એકબીજાને કચડી-કચડીને ભાગી રહ્યા હતાં. મારી પત્નીની મોત થઈ ગઈ અને હું અડધો કલાક ભીડમાં નીચે દબાયેલો હતો.
'માણસો પર માણસ પડતા રહ્યાં...'
ઔરંગાબાદથી જ આવેલા વિનય કુમાર નામના એક વ્યક્તિએ જણાવ્યું કે, અમુક લોકો ઘાટ તરફ જઈ રહ્યા હતાં. એટલાંમાં આગળ વધેલાં અમુક લોકો આગળ વધ્યા અને અમુક લોકો પાછા આવવા લાગ્યાં. અહીંથી જઈ રહેલાં લોકોએ ધક્કો માર્યો તો કોઈ બહાર જ ન નીકળી શક્યા અને તે જગ્યાએ કોઈ પોલીસ નહતી. આ દરમિયાન ભીડમાં લોકો પડ્યાં અને બાદમાં માણસો પર માણસો પડતા રહ્યાં. કોઈ ઉપાડી ન શક્યા અને દબાઈને લોકોની મોત થઈ ગઈ.
મૌની અમાવસ્યા પર સ્નાનના કારણે મંગળવારે રાત્રે 2 વાગ્યે સંગમ તટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન બેરિકેડિંગનો એક ભાગ તૂટીને પડી ગયો અને નાસભાગ મચી ગઈ. થોડી જ મિનિટોમાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ અને લોકો ગમે ત્યાં ભાગવા લાગ્યા. અનેક શ્રદ્ધાળુઓનો સામાન પડી ગયો, જેનાથી અવ્યવસ્થા ફેલાઈ ગઈ. લોકો એકબીજાને કચડી રહ્યા હતાં.
આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, અમે આરામથી જઈ રહ્યા હતાં, ત્યારે અચાનક ભીડ આવી ગઈ, ધક્કા-મુક્કી થવા લાગી. અમે બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંય જગ્યા નહતી. બધાં જ્યાં-ત્યાં ભાગવા લાગ્યાં, ઘણાં લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. સ્થિતિ એવી હતી કે, ખબર જ ન પડી શું થઈ રહ્યું છે.'
મોડી રાત્રે નાસભાગની સૂચના મળતાં જ પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી. આ વિસ્તારમાં પહેલેથી જ ફાયર સર્વિસ ઑલ-ટેરેન વ્હીકલ હાજર હતાં, જેની મદદથી ઘણાં ઈજાગ્રસ્તોને કાઢવામાં આવ્યા હતાં.
જણાવી દઈએ કે, સરકાર તરફથી રજૂ કરવામાં આવેલાં આંકડા અનુસાર, 13 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલાં મહાકુંભમાં અત્યાર સુધી લોકો ડૂબકી લગાવી ચુક્યા છે. બુધવારે (29 જાન્યુઆરી) મૌની અમાવસ્યા પર 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અહીં પહોંચવાની આશા વ્યક્ત કરી હતી. આ દરમિયાન આ અકસ્માતે ઘણી સ્થિતિ બદલી દીધી છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026