35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં લોકોનો રસ્તા પર આવી વિરોધ
April 23, 2025
પહલગામમાં આતંકી હુમલાના પગલે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન આપવામાં આવ્યું છે. નિર્દયી હુમલામાં અનેકના મોતના પગલે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર કાર્યવાહી કરવાની માગ સાથે દેખાવો કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગના લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે. સરકાર સમક્ષ આકરી કાર્યવાહી કરવાની માગ સાથે દેખાવો કરી રહ્યા છે.
શ્રીનગરમાં મોટાભાગના દુકાનો, ફ્યુલ સ્ટેશન, અને અન્ય વેપાર-ધંધાઓ બંધનું પાલન કરી રહ્યા છે. શહેરમાં માત્ર જરૂરી ચીજવસ્તુઓની જ દુકાનો ખુલ્લી છે. જાહેર પરિવહન સેવા અમુક વિસ્તારોમાં ચાલુ છે. જ્યારે અમુક જગ્યાએ બંધ છે. ખાનગી વાહનો ચાલુ છે. ખાનગી શાળાઓ બંધ છે, જ્યારે સરકારી શાળાઓ ચાલુ છે. શ્રીનગર સહિત કાશ્મીરના ફરવાલાયક તમામ સ્થળો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
કાશ્મીર ખીણમાં સ્થાનિકો દ્વારા શાંતિપૂર્ણ દેખાવો થઈ રહ્યા છે. આ હુમલામાં અત્યારસુધીમાં લગભગ 28 લોકોના મોત થઈ ચૂક્યા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. જેનાથી સમગ્ર ભારતમાં શોકનો માહોલ સર્જાયો છે. લોકોએ દોષિતોને આકરીથી આકરી સજા આપવાની માગ કરી છે. અનેક રાજકીય દળો, સામાજિક-ધાર્મિક સંગઠનો, વેપાર સંગઠનો અને નાગરિકોએ કાશ્મીર બંધને સમર્થન આપ્યું છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026