પહેલીવાર અમેરિકાએ ઈઝરાયલ સામે કરી કાર્યવાહી, સૈન્ય યુનિટ પર પ્રતિબંધ મૂકતાં નેતન્યાહૂ અકળાયા
April 22, 2024
ઈઝરાયેલે ઉત્તર અને દક્ષિણ ગાઝાને ખેદાન-મેદાન કરી નાંખ્યા પછી હવે વેસ્ટ બેન્ક પર હુમલા શરૂ કર્યા છે. આઈડીએફે વેસ્ટ બેન્કમાં તુલકર્મના નૂર શમ્સમાં હુમલો કરી મકાનોને કાટમાળમાં ફેરવી દીધા છે. વધુમાં આઈડીએફે દક્ષિણ ગાઝાના રફાહ શહેરમાં હુમલો કરતા ૧૮ બાળકો સહિત ૨૨ લોકોનો ભોગ લીધો હતો તેમજ શનિવારે વેસ્ટ-બેન્કમાં કત્લેઆમ મચાવી હતી. ઈઝરાયેલના સૈન્યના આ કૃત્યના વિરોધમાં અમેરિકાએ પહેલી વખત આઈડીએફના એક યુનિટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેથી ઈઝરાયેલને મોટો આંચકો લાગ્યો છે. ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ કહ્યું હતું કે તેમને આવા પ્રતિબંધની અપેક્ષા નહોતી. ઈઝરાયેલે દક્ષિણ ગાઝામાં આવેલા રફાહ શહેરમાં હુમલો કરતા ૧૮ બાળકો સહિત ૨૨ લોકોનાં મોત નીપજ્યાં છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ઈઝરાયેલના સૈન્યે ગાઝા પટ્ટીની સાથે હવે વેસ્ટ બેન્કમાં હુમલા કરતા ૧૪ નાગરિકોને મારી નાંખ્યા છે. વધુમાં તેના આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. એટલું જ નહીં અનેક નાગરિકોની ધરપકડ કરીને તેમની સાથે લઈ ગયા છે. અન્ય એક હુમલામાં ઈઝરાયેલના સૈન્યે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરની છાતીમાં એવા સમયે ગોળી મારી જ્યારે તેના હુમલામાં ઈજાગ્રસ્ત નાગરિકને તે હોસ્પિટલ લઈ જતો હતો. ઈઝરાયેલના સૈન્યે શુક્રવારે હુમલાની કાર્યવાહી શરૂ કરી હતી અને તે શનિવાર સુધી ચાલુ રહી હતી. આ સમયે ઈઝરાયેલના સૈન્યે કેટલાક હથિયારબંધ ફાઈટર સામે ભારે ગોળીબારનો સામનો કરવો પડયો હતો. ઈઝરાયેલના સૈન્યે અનેક આતંકીઓને મારી નાંખ્યાનો અને અનેકની ધરપકડ કર્યાનો દાવો કર્યો હતો. દરમિયાન વેસ્ટ બેન્કમાં ઈઝરાયેલના સૈન્યના હુમલાથી નારાજ થયેલા અમેરિકાએ આઈડીએફના સૈન્ય યુનિટ નેત્ઝાહ યેદુહા બટાલિયન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અમેરિકાના આ પગલાંથી વડાપ્રધાન નેતન્યાહુને ભારે આંચકો લાગ્યો છે. જોકે, અમેરિકાએ તેના બચાવમાં કહ્યું હતું કે, તે હમાસ વિરુદ્ધના યુદ્ધમાં સતત આઈડીએફને ચેતવણી આપતું રહ્યું છે કે તેના ઓપરેશનોમાં નિર્દોષ લોકોના જીવ ના જાય તેનું ધ્યાન રાખે. ઈઝરાયેલના સૈન્ય યુનિટ પર પ્રતિબંધ મૂકવાની સાથે અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે શનિવારે ઈઝરાયેલને સૈન્ય સહાય માટે ૨૬ અબજ ડોલરના પેકેજને મંજૂરી આપી છે, જેમાંથી નવ અબજ ડોલર ગાઝામાં પેલેસ્ટાઈનના નાગરિકોની સહાય માટે ખર્ચ કરવામાં આવશે.
Related Articles
પૂર્વ લંડનમાં તલવારધારીનો આતંક : 13 વર્ષીય બાળકની હત્યા, અનેક ઘવાયા
પૂર્વ લંડનમાં તલવારધારીનો આતંક : 13 વર્ષ...
લંડનમાં એક વ્યક્તિનો તલવાર સાથે આતંક: અનેક લોકો ઘાયલ થયા
લંડનમાં એક વ્યક્તિનો તલવાર સાથે આતંક: અન...
Apr 30, 2024
અમેરિકાના ઓક્લાહોમામાં ટોર્નેડો, ચારનાં મોત, સેંકડો ઈમારતો નષ્ટ
અમેરિકાના ઓક્લાહોમામાં ટોર્નેડો, ચારનાં...
Apr 30, 2024
શેરી સાંસદોએ પક્ષપલટો કરતાં ઋષિ સુનકે પહેલી જુલાઈમાં સંસદીય ચૂંટણી યોજવા સંકેત આપ્યો
શેરી સાંસદોએ પક્ષપલટો કરતાં ઋષિ સુનકે પહ...
Apr 30, 2024
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ : અમેરિકામાં વિરોધ ચાલુ યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇની ધ્વજો ફરકાવાયા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ : અમેરિકામાં વિરોધ ચા...
Apr 30, 2024
'કોરોના વેક્સિનની ગંભીર આડઅસર થઈ શકે...' બ્રિટનની એસ્ટ્રાઝેનેકા કંપનીની કબૂલાતથી હડકંપ
'કોરોના વેક્સિનની ગંભીર આડઅસર થઈ શકે...'...
Apr 30, 2024
Trending NEWS
સલમાનના ઘર પર ફાયરિંગ કેસના આરોપીનો આપઘાત
01 May, 2024
પૂર્વ લંડનમાં તલવારધારીનો આતંક : 13 વર્ષીય બાળકની...
01 May, 2024
વિરોધ રૂપાલા હોવો જોઈએ, આખા ભાજપનો કેમ? સંકલન સમિત...
30 April, 2024
ગુજરાતમાં હજુ ચાર દિવસ કાળઝાળ ગરમી પડશે, હીટવેવની...
30 April, 2024
May 01, 2024