Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં થશે

June 13, 2025

રાજકોટ : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે. જ્યાં વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. વિજય રૂપાણીના પુત્ર ઋષભ અમેરિકામાં રહે છે, તે ત્યાંથી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને આવતીકાલે (14 જૂને) સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.

જ્યારે તેમના પત્ની અંજલિબહેન રૂપાણી આજે (13 જૂને) લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પૂર્વ સીએમ વિજય રૂપાણીના ગાંધીનગર નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. જેમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા સહિત ભાજપના નેતા કુંવરજી બાવળિયા, કુબેર ડીંડોર અને ભાનુબહેન બાબરિયા, પુરુષોત્તમ રૂપાલા સહિત સરકારી અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને પત્ની અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી હતી.