પહેલીવાર જમ્મૂ કાશ્મીરમાં આયોજિત થઈ ફોર્મ્યુલા-4 રેસિંગ: દાલ સરોવર કિનારે કાર ચાલકોના કરતબ

March 18, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે પહેલીવાર યોજવામાં આવેલી ફોર્મ્યુલા 4 કાર શો જોઈ ખૂબ આનંદ થયો અને તેનાથી જમ્મુ અને કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતાને વૈશ્વિક લેવલે પ્રદર્શિત કરવામાં લાભ મળશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @MihirkJha નામના યુઝરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં આ વાત કરી હતી. 

યુઝરે પોતાના X હેન્ડલ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં લખ્યું છે કે, 'મારું કાશ્મીર બદલાઈ રહ્યું છે' - પીએમ મોદીએ કાશ્મીરને બદલી નાખ્યું છે!  આજે શ્રીનગરના દાલ સરોવરના કિનારે પહેલીવાર ફોર્મ્યુલા 4 કાર શો યોજાયો હતો!  આ પોસ્ટની પ્રતિક્રિયા આપતાં પીએમ મોદીએ લખ્યું, 'આ જોઈને ખૂબ જ આનંદ થયો. આનાથી જમ્મુ અને કાશ્મીરની સુંદરતાને પ્રદર્શિત કરવામાં મદદ મળશે. ભારત મોટરસ્પોર્ટ્સને વિકસાવવા માટે મોટી તકો મળશે અને શ્રીનગર એવા સ્થળોમાં ટોપ પર છે, જ્યાં આવુ આયોજન થઈ શકે છે!'