Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

મહારાષ્ટ્ર ચૂંટણીના ચાર દિવસ પહેલાં 8476 કિગ્રા ચાંદી ઝડપાઈ, અધિકારીઓ સ્તબ્ધ

November 16, 2024

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી હોવાથી રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે, તમામ તપાસ એજન્સીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુંબઈ પોલીસે વાશી ચેક પોસ્ટ પરથી લગભગ 80 કરોડની કિંમતની ચાંદી જપ્ત કરી છે. મીડિયા સુત્રો અનુસાર, પોલીસે વાશી ચેક પોસ્ટ પર નાકાબંદી પર ચેકિંગ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે એક ટ્રકમાંથી 8476 કિગ્રા ચાંદી જપ્ત કરી છે. જેની કિંમત રૂ. 80 કરોડ આસપાસ છે. પોલીસે આ મામલે ટ્રક ડ્રાઇવરની પૂછપરછ કરી તેની અટકાયત કરી છે. તેમજ આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચની ટીમને પણ આ મામલાની જાણકારી આપતાં અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. તેઓ ચાંદીના માલિકની શોધ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રારંભિક ધોરણે ચાંદીની ગેરકાયદે હેરફેર થઈ રહી હોવાની આશંકા છે. જેનો ઉપયોગ ચૂંટણી માટે થવાનો હતો. ડ્રાઇવર પાસેથી પણ ચાંદીની કાયદેસરતાના કોઈ પ્રમાણ મળ્યા નથી. આ ઘટનામાં જો માલિકની જાણ ન થઈ તો તેને જપ્ત કરવામાં આવશે. અગાઉ ગત રવિવારે મુંબઈ પોલીસે વિખરોલી વિસ્તારમાં એક વાનમાંથી છ ટન ચાંદીની ઈંટો જપ્ત કરી હતી. આ ઈંટો મુલુંદમાં વેરહાઉસમાં મૂકવા માટે લઈ જવામાં આવી રહી હતી. પરંતુ મહારાષ્ટ્રમાં ચૂંટણીના લીધે લાગેલી આચાર સંહિતાના ભાગરૂપે આ કવાયત હાથ ધરાઈ હતી. નાસિકની પોલીસે આચાર સંહિતાના ભંગ બદલ અત્યારસુધી લગભગ 17000થી વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. જેમાં દારૂ, રૂ. 49 કરોડનું સોનું, રોકડ વગેરે જપ્ત કરવામાં આવ્યું છે.