મધ્યપ્રદેશના ધારમાં બાઈક પર જતાં 4 લોકો કૂવામાં ખાબકતાં મોત

February 07, 2025

ધાર : મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક ઝડપી મોટર સાઈકલ કૂવામાં પડી જવાથી ચાર યુવકોના મોત નીપજ્યા. ઘટના ગુરુવારે રાત્રે લગભગ 11.50 વાગે જિલ્લા કાર્યાલયથી લગભગ 60 કિલોમીટર દૂર છોટી ઉમરબંધ અને મુંડલા ગામની વચ્ચે થઈ. તમામ મુંડલાના રહેવાસી હતાં. જાણકારી અનુસાર તમામ એક બાઈકથી પોતાના ગામ પાછા ફરી રહ્યાં હતાં.  મનવરના ઈશ્વર સિંહ ચૌહાણે જણાવ્યું કે એક જ બાઈક પર સવાર ચાર લોકો એક આકરા વળાંક પર ખુલ્લા કૂવામાં પડી ગયા. અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ સંદીપ (19), અનુરાગ (22), મનીષ (20) અને રોહન (19) તરીકે થઈ છે. આ તમામ એક લગ્ન કાર્યક્રમમાં સામેલ થયા બાદ છોટી ઉમરબંધથી મુંડલા ગામ પાછા ફરી રહ્યાં હતાં. અધિકારીએ જણાવ્યું કે 'પોલીસે મૃતદેહોને કૂવામાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.'