આઇફોન 12 સિરીઝ ખતરનાક રેડિયેશન ફેલાવતી હોવાનું જણાવી ફ્રાન્સે વેચાણ રોક્યું
September 16, 2023

એપલના આઇફોન 12 સિરીઝના મોડલ્સ દ્વારા રેડિયેશન એક્સ્પોઝર લિમિટ્સના ભંગનું કારણ ધરીને ફ્રાન્સે આઇફોન 12નું વેચાણ રોકવા આદેશ કર્યો છે. ફ્રાન્સની રેગ્યુલેટરી બૉડીએ કહ્યું છે કે આઇફોન 12 મોડલ્સનો સ્પેસિફિક એબ્ઝોર્બ્શન રેટ (SAR) યુરોપિયન યુનિયન દ્વારા નિર્ધારિત કરાયેલી લીગલ લિમિટથી વધુ છે.
આઇફોન 12 સિરીઝનો SAR રેટ પાંચ મિ.મી.ના અંતરે 5.74 વોટ્સ પર કિલોગ્રામ છે જ્યારે યુરોપિયન યુનિયને 4.0 વોટ્સ પર કિલોગ્રામની લિમિટ નક્કી કરી છે. બેલ્જિયમે પણ આઇફોન 12 સિરીઝ સામે સવાલ ઉઠાવ્યા છે. બેલ્જિયમના ડિજિટલ ઇકોનોમીના જુનિયર મિનિસ્ટર મેથિયુ મિકેલે જણાવ્યું છે કે તેઓ બેલ્જિયમના ટેલિકોમ નિયંત્રકને આઇફોન 12 સિરીઝના સંભવિત હેલ્થ રિસ્ક્સનું વિશ્લેષણ કરવા જણાવશે.
મિકેલે એક ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીને ઇ-મેલ મારફત એક નિવેદનમાં કહ્યું કે બેલ્જિયમના તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાની મારી ફરજ બને છે. મેં ટેલિકોમ નિયંત્રકને એપલના તમામ સ્માર્ટફોન્સનો રિવ્યૂ કરવા કહ્યું છે.
Related Articles
ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાકિસ્તાન હજુ ભીખ માંગે છે, નવાઝ શરીફનું દિલે બયાન
ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાકિસ્તાન હજુ...
Sep 20, 2023
ચીનના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકામાં પ્રેમમાં પડી ગયા : એક સંતાનના પિતા પણ બની ગયા
ચીનના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકામાં પ્રે...
Sep 20, 2023
ન્યુઝીલેન્ડમાં ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0 નોંધાઈ
ન્યુઝીલેન્ડમાં ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી...
Sep 20, 2023
રશિયા-યુક્રેન બાદ હવે અઝરબૈજાને કારાબખ પર કર્યો હુમલો
રશિયા-યુક્રેન બાદ હવે અઝરબૈજાને કારાબખ પ...
Sep 20, 2023
ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરોપને લઈને વ્યક્ત કરી ચિંતા, ક્હ્યું ઘટનાની યોગ્ય તપાસ કરે
ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરો...
Sep 19, 2023
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાનું આવ્યું રિએક્શન
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા...
Sep 19, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023