પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મસાલામાં પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ
April 29, 2026
પાન મસાલા અને ગુટખાના શોખીનો માટે મોટા સમાચાર છે. પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે પ્લાસ્ટિકના નાના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. આ માટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ખાદ્ય સુરક્ષા અને માનક (પેકેજિંગ) સુધારા નિયમ, 2026નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમનો મુખ્ય હેતુ પાન મસાલા ઉદ્યોગમાં થતો પ્લાસ્ટિકનો વપરાશ જડમૂળથી નાબૂદ કરવાનો છે.
નવા ડ્રાફ્ટ મુજબ કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પેકેટ, સેશે, પોલીથીન, PVC કે અન્ય સિન્થેટિક મટિરિયલ અને ચમકદાર એલ્યુમિનિયમ ફોઇલ પેકેજિંગના ઉપયોગ પર કડક મનાઈ ફરમાવવામાં આવશે. માત્ર વેચાણ જ નહીં, પરંતુ આ ઉત્પાદનોના પેકેજિંગ, સ્ટોરેજ અને વિતરણમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. તેના વિકલ્પ તરીકે સરકાર પેપર, સેલ્યુલોઝ જેવી કુદરતી સામગ્રી, ટીન કન્ટેનર અથવા કાચની બોટલના ઉપયોગ માટે મંજૂરી આપી શકે છે. નાના પ્લાસ્ટિક પાઉચના કારણે ગટરો જામ થવી અને પર્યાવરણને થતા નુકસાનને રોકવા આ નિર્ણય લેવાયો છે.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026