TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત
June 14, 2026
દિલ્હી- દિલ્હીમાં રવિવારે TMCના આશરે 20 સાંસદો બળવાખોર થઈ ગયા છે. આ તમામ નેતાઓ પહેલા ભાજપના મંત્રી ભૂપેન્દ્ર યાદવના ઘરે ગયા હતા અને ત્યાં આશરે 2 કલાક બેઠા હતા. ત્યાર બાદ આ બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલાને પણ મળ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસની અંદર લાંબા સમયથી ચાલી રહેલી કલહ અને નારાજગી હવે ખુલ્લીને સામે આવી ગઈ છે. બળવાખોર સાંસદોમાં સુદીપ બંદ્યોપાધ્યાય, કાકોલી ઘોષ અને શતાબ્દી રોય જેવા મોટા નામો સામેલ છે. આ જૂથે જાહેરાત કરી છે કે, તેઓ અસમ, ત્રિપુરા, બંગાળ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતી 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા નામની પાર્ટીમાં વિલય કરી રહ્યા છે.
તેઓ હવે આગળ જઈને ભાજપની આગેવાની હેઠળના NDAને પોતાનું સમર્થન આપશે. આ સાંસદોની સંખ્યા બે-તૃતીયાંશથી વધુ હોવાથી તેમના પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે નહીં. લોકસભા સ્પીકર સાથેની બેઠક બાદ ટીએમસીના બાગી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું કે, ‘અમે ટીએમસીથી ચૂંટાયેલા વીસ સાંસદો સ્પીકરને મળ્યા અને અલગ બેસવાની રિકવેસ્ટ કરતો એક પત્ર આપ્યો. આ વીસ સાંસદો અમારી કુલ સંખ્યાના બે-તૃતીયાંશથી વધારે છે. અમે નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી સાથે મર્જ કરી રહ્યા છીએ. આગળ વધતા, અમે દેશ માટે કામ કરીશું અને વડાપ્રધાનના નેતૃત્વમાં NDA સાથે મળીને કામ કરીશું. આ મામલે અન્ય બાગી સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયે જણાવ્યું કે, NCPIમાં અમે મર્જ કરીશું. સ્પીકર પાસે હસ્તાક્ષર સહિતનું આવેદનપત્ર જમા કરાવી દેવાયું છે. તેના પછી 20 જુલાઈએ લોકસભા ખુલશે. તે પહેલા અમારો બ્લોક રહેશે. તેમને દફતર આપવામાં આવશે. તેના પછી કોણ અસલી તૃણમૂલ છે, તેનો ફેંસલો કોર્ટમાં થશે અને કોર્ટનો જે ફેંસલો હશે, તેને માનવામાં આવશે.
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026