ઝિમ્બાબ્વે સામે વૈભવ સૂર્યવંશીનું વાવાઝોડું: 31 બોલમાં ફિફ્ટી, ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી
July 26, 2026
દિલ્હી ઃ ઝિમ્બાબ્વે પ્રવાસ પર યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. સિરીઝની પ્રથમ મેચમાં પોતાની બેટિંગથી છાપ છોડ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ હવે ત્રીજી T20 મેચમાં પણ પોતાની તોફાની બેટિંગથી ઝિમ્બાબ્વેના બોલરોને બરાબરના ધોઈ નાખ્યા છે. તેણે માત્ર 31 બોલમાં પોતાના આંતરરાષ્ટ્રીય T20 કરિયરની બીજી અર્ધસદી પૂરી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.
આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસનું નસીબ આજકાલ ટોસના મામલે ખૂબ જ ઉત્તમ ચાલી રહ્યું છે. તેણે પોતાની છેલ્લી 10 મેચોમાંથી 9 વાર ટોસ જીત્યો છે. ટીમ કોમ્બિનેશનની વાત કરીએ તો ભારતે પ્લેઈંગ-11 માં 2 ફેરફાર કર્યા છે. પ્રિન્સ યાદવની જગ્યાએ અશોક શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે શિવમ દુબેની જગ્યાએ સૂર્યાંશ શેડગેને રમવાની તક મળી છે.
બીજી તરફ, ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ પણ ટીમમાં 1 ફેરફાર કર્યો છે. તેણે ઈજાના કારણે બહાર થયેલા રિચર્ડ એનગરાવાની જગ્યાએ અનુભવી સ્પિનર વેલિંગ્ટન મસાકાદઝાને ટીમમાં સામેલ કર્યો છે. જોકે, ભારતીય ઈનિંગ્સની શરૂઆત બહુ સારી રહી નહોતી. ઓપનર અભિષેક શર્મા સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાનીએ અભિષેકને પોતાનો શિકાર બનાવ્યો હતો, જે 4 બોલમાં માત્ર 2 રન જ બનાવી શક્યો હતો.
Related Articles
બેન સ્ટોક્સની નિવૃત્તિ બાદ મોટો નિર્ણય: ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમની કમાન ફરી જો રૂટના હાથમાં!
બેન સ્ટોક્સની નિવૃત્તિ બાદ મોટો નિર્ણય:...
Jul 26, 2026
વિરાટ કોહલી સાથે મારો કોઈ ઝઘડો નથી…, હેન્ડશેક વિવાદ પર ટ્રેવિસ હેડનો જવાબ
વિરાટ કોહલી સાથે મારો કોઈ ઝઘડો નથી…, હેન...
Jul 26, 2026
ટી-20 ક્રિકેટમાં 'કિંગ' ગેલનો ગઢ તૂટ્યો: જોસ બટલરે રચ્યો ઇતિહાસ
ટી-20 ક્રિકેટમાં 'કિંગ' ગેલનો ગઢ તૂટ્યો:...
Jul 26, 2026
ભારતની ઝિમ્બાબ્વે સામે 90 રને શાનદાર જીત, ઈશાન-તિલક-અભિષેકનું દમદાર પ્રદર્શન
ભારતની ઝિમ્બાબ્વે સામે 90 રને શાનદાર જીત...
Jul 26, 2026
કોમનવેલ્થ ગેમ્સ: પેરા પાવરલિફ્ટિંગમાં ઝાંડુ કુમારે જીત્યો બ્રોન્ઝ, આજે 5 રમતોમાં ભારતની કસોટી
કોમનવેલ્થ ગેમ્સ: પેરા પાવરલિફ્ટિંગમાં ઝા...
Jul 25, 2026
ભારત સામે T20 શ્રેણી રમવા ઝિમ્બાબ્વેની ટીમનું એલાન
ભારત સામે T20 શ્રેણી રમવા ઝિમ્બાબ્વેની ટ...
Jul 22, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026