જુગાર રમતા બૂમ પડી ભાગો અને 3 લોકો કૂવામાં કૂદી જતાં મોત... ભાવનગરની ચોંકાવનારી ઘટના
August 18, 2026
વરતેજ : ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં જુગાર રમતી વખતે અચાનક ભાગોની બૂમો પડતાં સર્જાયેલી ભાગદોડમાં ત્રણ યુવકો કૂવામાં પડી જતાં મોત નીપજ્યાં છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વાડી વિસ્તારમાં ચાલી રહ્યો હતો જુગાર
મળતી માહિતી અનુસાર, ઉખલા ગામના વાડી વિસ્તારમાં 11 જેટલા યુવકો જુગાર રમી રહ્યા હતા. મોડી રાત્રે અચાનક કોઈ કારણોસર ભાગો-ભાગોની બૂમો પડી હતી, જેથી પોલીસ આવી હોવાના કે અન્ય કોઈ ડરથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ ભાગદોડ દરમિયાન ત્રણ યુવકો કૂવામાં ખાબતા મોત નીપજ્યાં હતા.
મૃતક યુવકો નામ
•રાહુલ ચૌહાણ
•નિલેશ ડાભી
•અજીતસિંહ
આ કરૂણ બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો અને ગ્રામજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી.
વરતેજ પોલીસના જમાવ્યાનુસાર, ઉખરલા ગામે મોડી રાત્રે વાડી વિસ્તારમાં કેટલાક લોકો ભેગા થયા હતા. ત્યારબાદ સવારે વાડીમાં મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.
બીજી તરફ જુગાર રમતી વખતે પોલીસ રેડ થઈ હોવાના આક્ષેપો અંગે પી.એસ.આઈ.એ સ્પષ્ટતા કરતાં પોલીસે જણાવ્યું હતું કે, 'પોલીસે કોઈ રેડ કરી હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી અને સ્થળ પર કોઈ પોલીસ ટીમ ગઈ પણ નહોતી. વાડી વિસ્તારમાં આ યુવકો કયા કારણોસર ભેગા થયા હતા અને ઘટના પાછળનું સાચું કારણ શું છે તે અંગે તપાસ શરૂ કરી છે.'
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026