પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના મોત, બાળકી ગંભીર
April 13, 2025

પાટણ : ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મામાં બાઈક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર દંપતી અને તેમની બાળકી બહુચરાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ટ્રેલરે અડફેટે લીધા હતા. જેમાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીને ગંભીર પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બનાસકાંઠાના ડીસામાં એક્ટિવા ચાલક મહિલાએ કાબૂ ગુમાવતા બ્રિજ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ચાણસ્મા તાલુકાના કારોડા ગામ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરે સ્ટેરિંગપર પર કાબૂ ગુમાવતા સામે આવી રહેલા બાઈક ચાલકને અડફેટે લીધા હતા. ઘટનામાં પાટણના ચારિયાના રહેવાસી અર્જુન મોદી અને ચંદાબહેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મૃતક દંપતીની બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવી હતી.
મૃતક દંપતી બહુચરાજી ગયો હતો અને ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ-અંબાજી- દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ, રાજ્યમાં હાઇ એલર્ટ
પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ-અંબા...
Apr 23, 2025
વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતોની આસપાસ ડી.જે. વગાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ
વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતોની આસપાસ ડ...
Apr 21, 2025
સુરતથી અમદાવાદ આવી રહેલી બસને વડોદરામાં નડ્યો અકસ્માત, બેના મોત, સાત ઇજાગ્રસ્ત
સુરતથી અમદાવાદ આવી રહેલી બસને વડોદરામાં...
Apr 21, 2025
સુરત નજીક ટ્રકનો કહેર, 4 લોકોને અડફેટે લેતા એકનું મોત, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત
સુરત નજીક ટ્રકનો કહેર, 4 લોકોને અડફેટે લ...
Apr 21, 2025
સરધાર પાસે અકસ્માત, ગોંડલમાં માતા-પુત્રી સહિત ચારની એક સાથે અંતિમયાત્રા નીકળી
સરધાર પાસે અકસ્માત, ગોંડલમાં માતા-પુત્રી...
Apr 20, 2025
JEE MAINનું પરિણામ જાહેર, વડોદરાનો આદિત ભાગાડે 100માંથી 100 પર્સેન્ટાઈલ સાથે દેશમાં 14મા ક્રમે
JEE MAINનું પરિણામ જાહેર, વડોદરાનો આદિત...
Apr 19, 2025
Trending NEWS

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025