અમરેલીમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ, બેની ધરપકડ

November 27, 2024

અમરેલી : અમરેલી જિલ્લાના વડીયામાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી ચાર શખસોએ સામૂહિક દુષ્કર્મ આચર્વાયું. યુવતીએ સમગ્ર મામલે વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. 

પોલીસ ફરિયાદ મુજબ, અમરેલીના વડીયાના કુકાવાવ ગામમાં 21 વર્ષીય યુવતીને ફસાવવા આરોપીએ ગુનાહીત કાવતરું રચ્યું હતું.  યુવતીને લગ્નની લાલચ આપીને ફસાવી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની  આરોપીઓએ યુવતીને ધમકી પણ આપી હતી. પરંતુ યુવતીએ હિમ્મત કરી વડીયા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રિતેશ આસોદરીયા, દકુ વેકરીયા, અનિલ દેસાઈ અને સોમા આલાણી વિરુદ્ધમાં દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. ડીવાયએસપી પી.આર.રાઠોડે જણાવ્યું હતું કે, ફરિયાદ બાદ પોલીસની ટીમે તાત્કાલિક તપાસ તેજ કરી હતી અને બે આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને શોધવાની કાર્યવાહી કરવામાં આવી છે.