બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ

August 24, 2026

ગંગાના વધતા પ્રવાહને કારણે બિહારના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું થયું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે ફોન પર વાત કરી અને ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવાની અપીલ કરી છે.

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ગંગા નદીનું જળસ્તર વધી રહ્યું છે અને બિહારના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં ફરક્કા બેરેજના ગેટ ખોલવામાં આવે તો નદીના પાણીનો પ્રવાહ વધુ સરળ બની શકે છે અને બિહારમાં પૂરનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે બિહારની સુરક્ષા અને રાહત કામગીરી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

સમ્રાટ ચૌધરીના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. બિહાર સરકારનું માનવું છે કે બેરેજના દરવાજા ખોલવાથી ગંગાના પાણીનો પ્રવાહ સરળ થઈ શકે છે અને બિહારના પૂરગ્રસ્ત તથા નીચાણવાળા વિસ્તારો પર પાણીનું દબાણ ઘટાડવામાં મદદ મળી શકે છે.